News

જવાનોને દીવાળી ભેટ, સેટેલાઇટ ફોનથી 1 રૂપિયાના દરથી પરિવારજનો સાથે કરી શકશે વાત

કેન્દ્ર સરકારે દીવાળીના તહેવારો પર ઘરથી દૂર રહી દેશની સેવા કરી રહેલા જવાનોને ભેટ આપી છે. સૈન્ય અને અર્ધસૈન્ય કર્મીઓ 19 ઓકટોબર એટલે કે દીવાળીના દિવસથી સેટેલાઇટ ફોનથી એક રૂપિયા પ્રતિ મિનિટના દરથી પોતાના પરિવારજનોની સાથે વાત કરી શકશે. ટેલિકોમ…

અયોધ્યામાં ઇતિહાસની સૌથી મોટી દિવાળી ઉજવાઇ, 1.87 લાખ દીવા સળગાવી બનાવ્યો રેકોર્ડ

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે અયોધ્યામાં દીપોત્સવને યાદગાર બનાવી દીધો હતો. રામ-સીતા વનવાસ પૂરો કરીને અયોધ્યા આવ્યા ત્યારે જેવો માહોલ શાસ્ત્રોમાં વર્ણવ્યો છે તેવો માહોલ રચીને મુખ્યપ્રધાન યોગીએ અયોધ્યામાં દીવાળી મનાવી હતી. આ સાથે સરયૂ નદીના તટે એક લાખ સીત્યાસી હજાર…

પાકિસ્તાન મરિને ભારતીય જળસીમામાંથી 24 માછીમારોનું અપહરણ કર્યુ

ફરી એકવખત પાકિસ્તાન મરિનની અવડચંડાઇ સામે આવી છે. પાકિસ્તાની મરિન દ્વારા ભારતીય જળસીમાંથી સૌરાષ્ટ્રની 4 ફીશીંગ બોટ અને 24 માછીમારોના અપહરણની ઘટનાએ ચકચાર જગાવી છે. પાકિસ્તાની મરિન દ્વારા ભારતીય માછીમારોને બંધક બનાવવાનો સિલસિલો જારી છે. માછીમારી કરવા નીકળેલા ભારતીય માછીમારોના…

નોટબદલી પ્રકરણમાં પાર્શ્વનાથ મોટર્સના માલિક વિરલ શાહ એક દિવસના રિમાન્ડ પર

નોટબદલી પ્રકરણમાં પોલીસના સકંજામાં આવેલા પાશ્વર્નાથ મોટર્સના માલિક વિરલ શાહના કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. યુકો બેન્કના મેનેજર સાથે સેટીંગ કરીને નોટબંધી દરમિયાન રૂપિયા 1.49 કરોડની જૂની નોટો બદલવાના મામલામાં સીબીઆઈના હાથે ઝડપાયેલા પાર્શ્વનાથ મોટર્સના માલિક વિરલ શાહને…

ડીસાનું માર્કેટયાર્ડ મગફળીની આવકથી ઉભરાયુ, પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં કચવાટ

બનાસકાંઠામાં મગફળી તૈયાર થતાં જ માર્કેટયાર્ડમાં આવક શરૂ થઇ ગઇ છે. જેના કારમે ડીસાનું માર્કેટયાર્ડ મગફળીની આવકથી ઉભરાયું છે. જો કે, પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં કચવાટ પ્રવર્તેયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ડીસાનું માર્કેટ યાર્ડ મગફળીથી ઉભરાયુ છે.. જોકે ભારે…

જામનગરમાં ડેન્ગ્યૂનો કહેર, 15 દિવસમાં કેસ વધ્યા

જામનગરમાં છેલ્લા પંદર દિવસ દરમિયાન ડેન્ગ્યૂના કેસમાં વધારો નોંધાયો છે. ઓક્ટોબર મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં શહેરમાં 115 જેટલા ડેન્ગ્યૂના પોઝિટિવ કેસ નોંધાયા છે. જામનગર શહેરમાં ડેન્ગ્યૂના કારણે છેલ્લા પંદર દિવસમાં એક અને સિઝન દરમિયાન કુલ ત્રણ વ્યકિતઓ મોતને ભેટ્યા છે….

નળકાંઠાના 22 ખેડૂતો પર લગાવેલા કેસ પરત ખેંચવાની રાજ્ય સરકારની જાહેરાત

રાજ્ય સરકારે નળકાંઠાના 22 ખેડૂતો પર લગાવેલા કેસ પરત ખેંચવાની જાહેરાત કરી છે. જે અંગેની માહિતી રાજ્યના ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ આપી હતી. 14 ફેબ્રુઆરીના રોજ સિંચાઈ માટે પાણી ના મળતા ખેડૂતોએ રેલી કાઢી હતી. જે દરમ્યાન રેલી તોફાની બની…

આ કારણથી અજય દેવગન સાથે ફિલ્મો કરવા રાજી રહે છે તબ્બુ

બોલીવૂડ અભિનેતા અજય દેવગન અને તબ્બુની મિત્રતા જગજાહેર છે ત્યારે ફરી એકવખત આ જોડી રૂપેરી પરદા પર એક સાથે જોવા મળશે. અજયની સાથે કામ કરવાના અનુભવ વિશે વાત કરતા તબ્બુએ કહ્યું કે, હું અજય દેવગનની સાથે કોઇપણ ફિલ્મ માટે ના…

એશિયા કપ હૉકી: ભારત-દક્ષિણ કોરિયા વચ્ચે મેચ ડ્રો

હારની નજીક પહોંચી ગયેલી ભારતીય હૉકી ટીમે મેચની સમાપ્તિ પહેલા અંતિમ મિનિટમાં ગુરજત સિંહના ગોલની મદદથી દક્ષિણ કોરિયા સામે હિરો હૉકી એશિયા કપ ટૂર્નામેન્ટ-2017માં બુધવારે રમાયેલી મેચ 1-1થી ડ્રો પર રોકી હતી. બંને ટીમો વચ્ચેનો આ મુકાબલો અંત સુધી રોમાંચથી…

મહેસાણામાં દિવાળી ટાણે પાટીદાર સમાજે જે કર્યુ તે જાણીને તમે પણ કહેશો વાહ!

દિવાળી હોય અને ઘરમાં પ્રકાશ અને મિષ્ટાન્ન ન હોય તો ચોક્કસ અજુગતું લાગે. સાચી વાત ને ?? ત્યારે પાટીદારોના હબ એવા મહેસાણામાં પાટીદાર સમાજ દ્વારા સસ્તા દરે મિષ્ઠાન્ન મળી રહે તે માટે ખાસ આયોજન કર્યુ છે. દિવાળીના તહેવારમાં અત્યાર સુધીમાં…

સામ પિત્રોડાએ કોંગ્રેસના આઈ.ટી.સેલના સભ્યોને સોશિયલ મીડિયાના ઉપયોગનું મહત્વ સમજાવ્યું

દેશમાં ટેલિકોમ ક્રાંતિના પ્રણેતા સામ પિત્રોડા ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. સામ પિત્રોડા આ મુલાકાત દરમ્યાન કોંગ્રેસના આઈટી સેલના સભ્યોને મળ્યા હતા અને તેમને સોશિયલ મીડિયાના ઉપયોગનું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિત કોંગ્રેસના નેતાઓ હાજર…

બિહાર : પટના એમ્સમાં પુત્રી મૃત્યુ પામી, પુત્રીની લાશને ખભા પર ઉઠાવી ચાલ્યો મજબુર પિતા!

ઓડિશાના કાલાહાંડીમાં દાના માંઝી નામના આદિવાસી દ્વારા પોતાની પત્નીની લાશને ખભા પર ઉઠાવીને 10 કિલોમીટર ચાલવાની ઘટના હજી લોકોના માનસપટલ પરથી ભૂંસાઈ નથી. પરંતુ હવે આવી ઘટના બિહારની રાજધાની પટનાની નજીકના ફુલવારી શરીફથી સામે આવી છે. રામબાલક નામનો એક આદિવાસી…

દિવાળી પહેલા સોનું ત્રણ સપ્તાહની ઊંચાઇ પર, કિંમત થઇ 31,000ને પાર

દિવાળીના તહેવાર પર દિલ્હીના સર્રાફા બજારમાં સોનાની કિંમતમાં તેજી જોવા મળી છે. બુધવારે સોનુ 290 રૂપિયા વધીને 31,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર આવી ગયું છે. સોનાની કિંમતમાં આ તેજી ત્રણ સપ્તાહના ઉચ્ચ સ્તર પર છે. સોનાની કિંમતમાં આ…

ઇન્ડિગો રજૂ કરી સસ્તી હવાઇ સફર, આટલા રૂપિયામાં કરી શકશો મુસાફરી

દિવાળીના તહેવાર નિમિત્તે એરલાઇન કંપની ઇન્ડિગોએ સસ્તી હવાઇ મુસાફરી માટે એક ઓફર રજૂ કરી છે. જેના ભાગરૂપે કંપની 999 રૂપિયામાં નાના શહેરોની મુસાફરી કરાવશે. કંપનીની વેબસાઇટ પર આ માટે બુકિંગ પણ શરૂ થઇ ચૂકી છે. પહેલી એટીઆર ફ્લાઇટની ઉડાન હૈદરાબાદથી…

લિંગ પરીક્ષણ કરતા તબીબ રંગે હાથે ઝડપાયો, ભાજપ ધારાસભ્યોને કારણે ધરપકડ અટકી

ઉત્તર પ્રદેશના અલીગઢમાં મંગળવારે રાત્રે ભ્રૂણના લિંગની તપાસ કરનારા એક ડોક્ટર દંપત્તિને રંગે હાથ ઝડપી પાડયું છે. દરોડાની કાર્યવાહી રાજસ્થાન સરકારના પ્રી-કન્સેપ્શન એન્ડ પ્રી-નેટલ ડાયગ્નોસ્ટિક ટેક્નિક સેલની ટુકડીએ કરી છે. પરંતુ ભાજપના સ્થાનિક ધારાસભ્ય સંજીવ રાજા અને અનિલ પરાશરના હસ્તક્ષેપને…

GSTV IMPACT : ભાણવડમાં પીએસઆઇ-વિદ્યુત બોર્ડની ટીમના ડુંગરાળ વિસ્તારમાં ખનન પર દરોડા

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકામાં થતી ખનીજ ચોરી અંગે જીએસટીવી દ્વારા પ્રસારિત કરાયેલા અહેવાલનો પડઘો પડ્યો છે. જીલ્લા એસપીના આદેશથી ભાણવડ મામલતદાર, પીએસઆઈ તેમજ વિદ્યુત બોર્ડની ટીમ દ્વારા ભાણવડના ડુંગરાળ વિસ્તાર પાછર તેમજ ઢેબરમાં દરોડા પાડવામાં આવ્યા. આ દરોડામાં છ…

રાહુલ ગાંધી સીધા જ નહીં પરંતુ આ પ્રક્રિયા દ્વારા બનશે કોંગ્રેસ અધ્યક્ષ

રાહુલ ગાંધીની કોંગ્રેસના અધ્યક્ષ તરીકે તાજપોશીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચુકી છે. રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની ચર્ચા પહેલા પણ ઘણીવાર થઈ ચુકી છે. પરંતુ આ વખતે લાગે છે કે દીવાળી બાદ રાહુલ ગાંધી તેમની માતા સોનિયા ગાંધી પાસેથી કોંગ્રેસ…

ઉમેદવારો નક્કી કરવા ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિનો 21મી તારીખ પછી આ છે પ્લાન

દિવાળી પછી રાજકીય પક્ષોમાં સળવળાટ જોવા મળશે. 21 થી 26 ઓકટોબર દરમ્યાન ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક મળશે. આ બેઠકમાં ઉમેદવારોની પસંદગી અને નિરીક્ષકો દ્વારા આવનારા અહેવાલો પર સમીક્ષા થશે. દિવાળી પછી ચૂંટણીનો ધમધમાટ શરૂ થશે. બુધવારે દિવાળીના તહેવારો બાદ…

ભાજપને મ્હાત આપવા કોંગ્રેસ ટિકિટ ફાળવણીમાં આ દાવ રમી શકે છે

હવે કોંગ્રેસ જ્ઞાતિવાદનું કાર્ડ ખેલશે. કોંગ્રેસ આ વખતની ચૂંટણીમાં પાટીદાર, ઓબીસી, દલિત ફેક્ટર આધારે ટિકિટો આપશે. ચૂંટણીના જાહેરનામા બાદ પ્રથમ યાદી જાહેર થશે. હોટલમાં યોજાયેલી સ્ક્રીનીંગ કમિટીમાં 80 બેઠકો પર એક નામની ચર્ચા થઇ હતી. સાથે જ રાહુલ ગાંધીની ટીમે…

ભાવનગર : આગામી 22 તારીખે PM મોદીના હસ્તે રો-રો ફેરી સર્વિસનું કરાશે લોકાર્પણ

આગામી ૨૨ તારીખે વડાપ્રધાનના હસ્તે ભાવનગર રો-રો ફેરી સર્વિસનો પ્રારંભ થશે. જેને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. હાલ ફેઝ-૧ માં પેસેન્જર શીપનો પ્રારંભ કરવામાં આવશે જેને લઈને બે પેસેન્જર શીપ ઘોઘા-દહેજ વચ્ચે આવી પહોંચ્યા છે. ભાવનગરના ઘોધાથી…

મોડાસા : કાળી ચૌદશ નિમિત્તે રોકડિયા હનુમાનજીના મંદિરે પૂજા-હવનનું આયોજન કરાયું

કાળી ચૌદશે હનુમાનજીની પૂજાનું વિશેષ મહત્વ રહેલુ છે. આજના દિવસે ભક્તો હનુમાનજીની પૂજા અર્ચન કરી ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે મોડાસામાં રોકડિયા હનુમાનજીના મંદિરે કાળી ચૌદશની પૂજા અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો.

RJD અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે કર્યા CBIના વખાણ!

આરજેડી અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવ ઘણાં સપ્તાહો સુધી બહાર રહ્યા બાદ પટના પાછા ફર્યા છે. તેઓ આજકાલ પોતાને મળનારા તમામ મુલાકાતીઓ સમક્ષ સીબીઆઈના અધિકારોના વખાણ કરવાનું ભૂલતા નથી. લાલુપ્રસાદ યાદવ પ્રમાણે જ્યારે તેમની સીબીઆઈના મુખ્યમથકે પૂછપરછ ચાલી રહી હતી. ત્યારે લંચ…

પંચમહાલ : ઘોઘમ્બા તા.માં શૌચાલયની કામગીરીમાં ભ્રષ્ટાચારની ઉઠી ફરિયાદ

પંચમહાલના ઘોઘમ્બા તાલુકામાં શૌચાલયની કામગીરીમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની ફરીયાદ ઉઠી છે. અહીં આવેલા જીતપુર ગામમાં શૌચાલય બનાવવામાં આવ્યાં નથી અને લાભાર્થીઓના નાણાં બોરાબાર ઉપાડી લેવામાં આવ્યાં છે. જે અંગેની ફરિયાદ બાગ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. કંડોડા કોઈ ગામમાં…

ઉનામાં રોડ પર લટાર મારવા નીકળ્યો સિંહ, દ્રશ્યોમાં કેદ થયો

ઉનાના તુલસી શ્યામ રોડ પર સિંહનો વીડિયો વાયરલ થયો છે. લટાર મારવા નીકળેલા સિંહના કારણે રાહદારીઓને 10થી 15 મિનિટ સુધી થંભી જવુ પડ્યું હતું. સિંહ જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ રાહદારીએ પોતાના મોબાઈલમાં સિંહના આ દ્રશ્યો…

ફટાકડા પર પ્રતિબંધ તો આજાન પર સેક્યુલર મૌન કેમ : ત્રિપુરાના ગર્વનર

ફટાકડા પર લાગેલા પ્રતિબંધને લઈને ત્રિપુરાના રાજ્યપાલ તથાગત રોયની પ્રતિક્રિયા આવી છે. તેમણે દીવાળી પર ફાટાકડા ફોડવાનું સમર્થન કરતા કહ્યું છે કે દીવાળી પર ફટાકડાથી થનારા ધ્વનિ પ્રદૂષણ પર જંગ છેડાઈ જાય છે. પરંતુ સવારે સાડા ચાર વાગ્યે થનારી આજાન…

બોટાદ : ડોક્ટરની મનમાનીથી દર્દથી બાળક પીડાતું રહ્યું, લોકોમાં રોષની લાગણી

બોટાદમાં આવેલી સોનાવાલા હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલમાં ઈલાજ માટે મનોજભાઈ ઈટાળીયા નામના શખ્સ બાળકને લઈને આવ્યાં હતાં. ડોક્ટરે બાળકને 30 મિનિટ સુધી બેસાડી રાખ્યો હતો. જે દરમ્યાન બાળકને અસહ્ય પીડા થતાં બાળકને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ જવાની…

અમેરિકા ફરી કરવાનું હતું પાકિસ્તાનમાં લાદેન ઓપરેશન!

તાજેતરમાં પાકિસ્તાનની મદદથી હક્કાની નેટવર્કની ચુંગલમાંથી મુક્ત થયેલા અમેરિકન-કેનેડિયન દંપત્તિને લઈને હવે એક નવો ખુલાસો થયો છે. હજી સુધી આ મામલાને લઈને પાકિસ્તાનની ભૂમિકાને લઈને અમેરિકા તેની પીઠ થપથપાવી રહ્યું હતુ પરંતુ સચ્ચાઈ કંઈક બીજી જ છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ…

બિગ બૉસ 11: ઘરથી બેઘર થયેલી લુસિંડા જણાવ્યુ- દરેક સમયે KISS માંગતો હતો આકાશ

ટીવી રિયાલિટી શો ‘બિગ બૉસ’માં લુસિંડા નિકોલસને ઓછા વોટ મળવાને કારણે તેણે ઘરમાંથી બેઘર થવું પડ્યુ હતુ. લુસિંડાએ ઘરમાંથી નીકળ્યા બાદ પાંચ મોટા ખુલાસા કર્યા જેણે જાણીને તમને પણ આશ્ચર્ય થશે. હાલમાં ‘બિગ બૉસ 11’ની સિઝનમાં પ્રિયંક, ઝુબૈર, શિવાની દુર્ગા…