એર હોસ્ટેસનો ટૂંકો ડ્રેસ જોઈ મુસાફરો પરેશાન, મહિલાએ સાંસદને કરી ફરિયાદ

ન્યૂઝીલેન્ડની એક મહિલાએ એર એશિયાની એર હોસ્ટેસના ડ્રેસ પર વાંધો ઉઠાવી મલેશિયન સરકારના પ્રધાનને મેલ લખ્યો છે. એર હોસ્ટેસના ડ્રેસ પર ફરિયાદ કરનારી મહિલાનું નામ ડૉ. જૂન રૉબર્ટસન છે અને તેમણે આ અંગે મલેશિયન સાંસદ ડેટક હનાફીને ફરિયાદ કરી છે.

એર હોસ્ટેસના ડ્રેસથી પીડિત ન્યૂઝીલેન્ડની આ પીડિત મહિલાએ ફરિયાદમાં કહ્યું છે કે એર હોસ્ટેસ બહુ ટૂંકા કપડાં પહેરે છે, જેને કારણે તેનો અંદરનો ભાગ મુસાફરોને દેખાય છે. તેમણે કહ્યું કે, ટૂંકા કપડાં પહેરવાથી એક વખત એરલાઈન્સની ફ્લાઈટમાં એક એર હોસ્ટેસને ટોકવી પડી હતી. કારણ કે તેના ટોપનું પહેલું બટન ખુલ્લું હતું. મહિલાનો દાવો છે કે તેની સાથે બીજા મુસાફરો પણ આ બાબતથી પરેશાન છે.

મહિલાએ કહ્યું કે, એર હોસ્ટેસની આવા ડ્રેસથી મલેશિયાએ અપમાનનો સામનો કરવો પડે છે. તેમનું કહેવું છે કે, એરલાઈન્સ સ્ટાફના પુરુષ કર્મચારીઓ સભ્ય ડ્રેસ પહેરે છે. મહિલાનો દાવો છે કે તેણી ઘણીવખત મલેશિયાની રાજધાની કુઆલાલમ્પુરમાં આવે છે. ડૉ. જૂનના જણાવ્યા મુજબ, 10 વર્ષથી તેણી વર્ષમાં બે વખત મલેશિયા આવે છે.

મહિલાનું કહેવુ છે કે, ‘હું એક આધેડ પ્રોફેશનલ્સ મહિલા છું. હું ઓક્ટોબર 2017માં ઓકલેન્ડથી કુઆલાલમ્પુર આવી રહી હતી અને પ્રીમિયમ બિઝનેસ ક્લાસમાં બેઠી હતી. એક એરહોસ્ટેસ અમને બધાને મળવા આવી અને તેના સ્કર્ટનું પહેલું બટન ખુલ્લું હતું અને તેના સ્તનનો ઉપરનો ભાગ દેખાઈ રહ્યો હતો. મેં એરહોસ્ટેસને બંધ કરવા કહ્યું.’ મહિલાએ સાંસદ હનાફીને કહ્યું કે અમે મલેશિયાનો આદર એટલા માટે કરીએ છીએ કારણકે અહીંયાની મહિલાઓ વેશ્યાઓની જેમ કપડાં પહેરતી નથી.

ડૉ. જૂને જે સાસંદ હનાફીને ચિઠ્ઠી લખી તેઓ પણ એર હોસ્ટેસના ડ્રેસ પર વાંધો ઉઠાવી ચૂક્યા છે. મહિલાએ કહ્યું કે, ‘મે યુરોપિયન એરલાઈન્સમાં પણ મુસાફરી કરી છે, પણ ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને અમેરિકન એરલાઈન્સની એર હોસ્ટેસને આટલા ટૂંકા સ્કર્ટ પહેરતા જોઈ નથી.’

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter