આ દિવસે લૉન્ચ થશે Honda Amaze Sedan, જાણો શું છે ખાસ ફિચર્સ

હોન્ડાની નવી અમેઝ સેડાન આજકાલ ચર્ચામાં છે. કંપનીએ ઘોષણા કરી છે કે તેને 16મે 2018ના રોજ લૉન્ચ કરવામાં આવશે. તેની ટક્કર હ્યુંડાઇ એક્સેન્ટ,ટાટા ટિગોર, જેસ્ટ, ફૉક્સવેગન એમિયો અને ફૉર્ડ ફેસલિફ્ટ સાથે છે. કિંમત અંગે હજુ કોઇ માહિતી મળી નથી પરંતુ એવા ક્યાસ લગાવવામાં આવી રહ્યાં છે કે તેની કિંમત 5.85 લાખથી 8.5 લાખ સુધી હોઇ શકે છે. એક અહેવાલ અનુસાર હોન્ડાએ ઑટો એક્સપો 2018માં નવી અમેઝ લૉન્ચ કરી હતી. બીજી જનરેશનની અમેઝ પહેલાથી જ ચર્ચામાં છે. તેની ડિઝાઇન આંતરરાષ્ટ્રીય બજારમાં ઉપલબ્ધ દસમી જનરોસનની અકૉર્ડથી પ્રેરિત છે.

CRICKET.GSTV.IN

 

નવી અમેઝનાં ફિચર લિસ્ટમાં અનેક ફેરફાર કરવામાં આવ્યાં છે. તેમાં એન્ડ્રોઇડ ઑટો અને એપલ કારપ્લે કનેક્ટિવીટી સપોર્ટ કરતી 7.0 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેંમેંટ સિસ્ટમ, ક્રૂઝ કંટ્રોલ અને અપડેટ ડ્રાઇવર ઇન્ફો ડિસ્પ્લે સહિત અનેક ફિચર આપવામાં આવ્યાં છે. કંપનીએ નવી અમેઝની ફિચર લિસ્ટ શેર કરી નથી.

નવી હોન્ડા અમેઝમાં હાલનું જે મોડેલ છે તેમાં 1.2 લીટર અને 1.5 લીટર ડીઝલ એન્જિન મળે છે. નવી અમેઝમાં 5 સ્પીડ મેન્યુઅલ ગેરબોક્સ સ્ટાન્ડર્ડ રહેશે. સાથે જ સીવીટી ઓટોમેટિક ગેરબોક્સનો પણ ઓપ્શન આપશે. કહેવામાં આવી રહ્યું છે કે આ નવી અમેઝની માઇલેજ પણ પહેલા કરતા સારી હશે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter