નવસારી: સુપા-કરેલ ગામે તોફાની કપિરાજના આતંકથી લોકોમાં ફફડાટ

નવસારીના સુપા-કરેલ ગામે તોફાની કપિરાજના આતંકથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. બે મહિનામાં 19 લોકો પર કપિરાજે હુમલો કર્યો છે. ગતરોજ કપિરાજે ગામના વૃદ્ધા પર હુમલો કર્યો હતો.જેથી તેઓ જમીન પર પટકાયા હતા.કપિરાજના હુમલામાં વૃદ્ધાને લકવો થઈ ગયો છે. કપિરાજે રસ્તા પરથી પસાર થતા બાઈક સવાર પર પણ હુમલો કર્યો હતો.જેમાં બાઈક સવાર પડી ગયો હતો. કપિરાજ વડે હુમલાની ઘટના ગામમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. વનવિભાગ અને એનજીઓએ તોફાની વાંદરાને પકડવાની કવાયત હાથ ધરી છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter