GSTV
Home » News » નવસારીમાં સરકારની જમીન સંપાદન નીતિ સામે ખેડૂતોમાં રોષ ફેલાયો

નવસારીમાં સરકારની જમીન સંપાદન નીતિ સામે ખેડૂતોમાં રોષ ફેલાયો

નવસારીમાં સુચીત વડોદરા-મુંબઇ એક્ષપ્રેસ-વેને લઇને ખેડૂતોની જાણ બહાર બોજો પાડી દેવામા આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે.

નવસારી પ્રાંત અધિકારી અને જમીન સંપાદન અધિકારી દ્વારા જમીનના વળતર સંદર્ભે દસ્તાવેજો સાથે ખેડૂતોને 28 માર્ચે નવસારી પ્રાંત અધિકારી કચેરીએ બોલાવાતા જિલ્લાના 22 ગામોના ખેડૂતોએ ચિખલી એપીએમસીમાં બેઠક યોજી આગામી રણનીતી ઘડી હતી.

ખેડૂતો 27 માર્ચે સંબંધિત અધિકારીની મુલાકાત કરી વિરોધ અરજી આપશે. સરકાર દ્વારા અમદાવાદથી વડોદરા સુધીનો એક્સપ્રેસ વે બનાવ્યા બાદ વડોદરાથી મુંબઇ સુધીના સુચિત એક્સપ્રેસ વેની કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં સરકારની જમીન સંપાદન નીતિ સામે નવસારી જિલ્લાના પ્રભાવિત 22 ગામોના ખેડૂતોએ વાંધા અરજીઓ સંબંધિત વિભાગમાં આપી હતી.

ખેડૂતોની રજૂઆતોને ધ્યાને લીધા વિના સરકારે 2017માં જિલ્લાના પ્રભાવિત ખેડૂતોની જમીનોના દસ્તાવેજો 7/12 અને 8 અ માં ખેડૂતોની જાણ બહાર બોજો પાડી દીધો હતો. જેની જાણ થતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઇ હતી.

Related posts

આ 10 મોબાઈલ એપ તમારા મોબાઈલમાં હોય તો શોધીને Delete કરી દો, બેંક ખાતુ ખાલી કરી દેશે

Arohi

જિયો, એરટલ કે વોડાફોન-આઈડિયાના દિવસો પૂરા, ગ્રાહકો વળ્યા BSNL તરફ

Bansari

BUDGET 2020 : 15 લાખ રૂપિયામાં હવે તમારું ઘરનું ઘર, આટલા પૈસા તો માત્ર રૂપાણી સરકાર આપશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!