નવસારીમાં પાણી મુદ્દે પારાયણ, કચેરી ખાતે લોકોએ કર્યુ હલ્લાબોલ

નવસારીમાં પાણી પુરવઠાની તાંત્રિક કચેરી ખાતે પાણી મુદ્દે હલ્લાબોલ થયો. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ તેમજ તાલુકા અને જિલ્લા પંચાયત સભ્યોએ હલ્લાબોલ કર્યો. કચેરીમાં જમીન પર બેસીને પાણીની તંગી મુદ્દે વિરોધ વ્યક્ત કરીને દેખાવ કર્યા. સરકારે બોર બનાવવાની મંજૂરી ન આપતાં પક્ષપાત કર્યો હોવાનો આક્ષેપ કર્યો. ભૂગર્ભ જળ નીચે જતાં રહેતા સ્થાનિકોને પાણીની સમસ્યા વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરોએ ચીખલીમાં પાણી પુરવઠાની કચેરીએ હલ્લાબોલ કરીને બોર કરી આપવાની માગ સાથે દેખાવ કર્યા હતા. તો આગામી સમયમાં ચીખલી અને ખેરગામના લોકોએ પણ હલ્લાબોલ કરવાની ચીમકી ઉચ્ચારી. મામલો ઉગ્ર બનતાં કાર્યપાલક ઈજનેરે બોર માટે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવાનું આશ્વાસન આપ્યું હતું.

CRICKET.GSTV.IN

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter