પ્રોપર્ટી ખરીદવા માટે જરૂરી હશે આધાર નંબર, સરકાર કરશે બેનામી સંપત્તિની તપાસ

મોદી સરકાર હવે બેંક એકાઉન્ટ, PAN કાર્ડ અને પાસપોર્ટ બાદ આધાર નંબરને પ્રોપર્ટી ખરીદવા માટે પણ અર્નિવાય કરવાનો યોજના બનાવી રહી છે. યોજનાનો અમલ થતા કોઇ પણ પ્રકારની પોપર્ટી ખરીદવા માટે આધાર નંબર જરૂરી હશે.

સૂત્રોનુસાર, મોદી સરકાર પોપર્ટી રજિસ્ટ્રેશન ઇલેક્ટ્રોનિક કરવા જઇ રહી છે. આ માસે સરકાર સંપતિ કાનૂન 1908ના સેક્શન 32 અને 32Aમાં જલ્દઈથી સંશોધન કરી શકે છે. આ સિવાય પાવર ઑફ અટોર્નીની પણ જાણકારી આપવાની રહેશે. વાસ્તવમાં અત્યાર સુધીમાં કાનૂની માલિકી ન હોવાની સ્થિતિમાં તે સંપતિ પર કોઇ પણ કબ્જો કરી લે છે અને ખોટી રીતે પોતાની કરી લે છે. પરંતુ આધાર નંબર અર્નિવાય થવાથી આ લોકોને એજન્સીઓ સહેલાઇથી પકડી લેશે અને જમીન સરકારની થઇ જશે.

ભૂમિ સંસાધન વિભાગએ દરેક રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રેદશોમાં એક લેખિત પત્રમાં લખ્યુ કે રજિસ્ટ્રેશનના ટાઇમ પર આધાર કાર્ડના પ્રમાણપત્રની વ્યવસ્થા કરવી જોઈએ.જાણકારો અનુસાર, આ નિયમ લાગૂ થતા રિયલ એસ્ટેટ સેક્ટરમા બેનામી સંપતિ અને કાળાધન પર રોક લગાવવામાં મદદ મળશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter