નેલપોલિશ રિમૂવ કરવા ઉપરાંત નેલ રિમૂવર કરે છે આટલા બધા કામ

મોટાભાગની બધી મહિલાઓ નેઇલપેઇન્ટ દૂર કરવા માટે રિમૂવરનો ઉપયોગ કરે છે. પરંતુ તેના બીજા કેટલાક ફાયદાઓથી અજાણ હોય છે. રિમૂવર નેઇલપેઇન્ટ દૂર કરવા ઉપરાંત અન્ય કામમાં પણ ઉપયોગી થઇ શકે છે. જાણો, રિમૂવરના અન્ય ફાયદાઓ વિશે.

તમારી આંગળીઓ અથવા બીજી કોઇ જગ્યા પર ફેવિકોલ અથવા ફેવિક્વિક ચોંટી જાય તો તેને દૂર કરવા માટે રિમૂવરનો ઉપયોગ થઈ શકે.

જ્યાં ફેવિક્વિક ચોંટી જાય છે ત્યાં રિમૂવર લગાવવાથી ઝડપથી ચોંટી ગયેલી ફેવિક્વિકને દૂર કરી શકાય છે.

જો તમારા બૂટ જૂના થઇ ગયા છે તો રિમૂવરમાં કપડું પલાળીને બૂટ પર લગાવવાથી તે ફરીથી નવા જેવા બની જાય છે. બૂટની ચમક પાછી આવી જાય છે.

 જો કપડાં પર પેનની શ્યાહી અથવા તો અન્ય ડાઘા  પડી ગયા હોય તો  તેને દૂર કરવા  રિમૂવરનો ઉપયોગ કરો.

 ફર્શ અને ક્રૉકરી આઇટમ્સ પર જામી ગયેલા ડાઘ પણ રિમૂવરની મદદથી સરળતાથી દૂર કરી શકાય છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter