ગોફિન સામે હાર બાદ ઇજાને કારણે નડાલે ATP ફાઇનલ્સમાંથી નામ પાછું લીધુ

દુનિયાના નંબર-1 ખેલાડી સ્પેનના રાફેલ નડાલ એક રોમાંચક મુકાબલામાં ડેવિડ ગોફિનથી હારી ગયા. તેના બાદ તેમણે ફિટનેસ કારણોસર એટીપી ફાઇનલ્સમાંથી નામ પાછું ખેંચી લીધું છે. નડાલને ગોફિને 7-6, 6-7, 6-4 થી હરાવ્યો.

સ્પેનના સ્ટાર ખેલાડી રાફેલ નડાલનું ટુર્નામેન્ટમાં રમવાને લઇને શંકા દર્શાવાઈ રહી હતી. તે ઘુંટણની ઇજાને કારણે પેરિસ માસ્ટર્સમાં રમી શક્યા નહોતા.

નડાલે કહ્યું કે આ ટુર્નામેન્ટમાં હવે હું આગળ નહીં રમું. હું રમવાને લઇને તૈયાર નથી. દુખાવો તથા કમજોરીને કારણે તે શક્ય નથી. નડાલે પોતાના કરિયરમાં 30 એટીપી વર્લ્ડ ટુર માસ્ટર્સ-1000 ટાઇટલ જીત્યા છે. જોકે નડાલે હજુ સુધી એટીપી ફાઇનલ્સનું ટાઇટલ જીત્યો નથી અને વધુ એકવાર તે ટુર્નામેન્ટમાં જીત મેળવાથી રહી ગયો.

રવિવારે નડાલને લંડનના ઓ2 અરેનામાં એટીપી વર્લ્ડ ટૂર ફાઇનલ્સના કોર્ટ પર એટીપી વર્લ્ડ નંબર-1નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તથા નડાલ ચોથી વાર વર્ષના અંત સુધી નંબર-વન ખેલાડી બની રહેશે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter