અર્જૂન કપૂરના પિતા બોની કપૂરને તેના ‘ગે’ હોવાનો શક!

બોલિવુડનો એક્ટર અર્જૂન કપૂર હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘મુબારકાં’ના પ્રમોશનમાં બિઝી છે. આ પ્રમોશનલ ઇવેન્ટમાં તેણે એક વાત શૅર કરી છે.

અર્જુને જણાવ્યું હતું કે, તે 20 વર્ષનો હતો ત્યારે તેની પાસે કાર નહોતી. ત્યારે તે તેના પાપાની મર્સિડિસ લઈને રાત્રે દોસ્તો સાથે નાઈટ ક્લબમાં જતો હતો. નાઈટ ક્લબમાં મોંઘી કાર્સ લઈને આવતા લોકોને એન્ટ્રી પણ સહેલાઇથી મળી જતી હતી.

એક રિપોર્ટ અનુસાર, આવું 3-4 વાર થયું ત્યારે અર્જુન કપૂરના ડેડી બોની કપૂરને ખાસ્સું ટેન્શન થઈ ગયું, અને એક દિવસ તેમણે અર્જુનને પૂછ્યું કે તેને કોઈ ગર્લફ્રેન્ડ છે કે કેમ? અર્જુને તેના ફાધરને કહ્યું કે ”તેની કોઈ ગર્લફ્રેન્ડ નથી, પણ તે પોતાના 3-4 દોસ્તો સાથે નાઈટ ક્લબ જાય છે.”

આ સિચ્યુએશનમાં કોઇ પણ પિતા દિકરાની આ વાત સાંભળીને રિલેક્સ થઇ જાય,પણ બોની કપૂરનું તો ટેન્શન વધી ગયું હતું. ટેન્શનમાં જ તેમણે અર્જુનને પૂછી પણ લીધું હતું કે તે ગે તો નથીને? પોતાની સેક્સ્યુઆલિટી પર બાપે જ સવાલ કરતા અર્જુનને પણ આંચકો લાગ્યો હતો. અર્જુને કહ્યું તું કે, તેને તે વખતે તો ખૂબ જ ગુસ્સો આવ્યો હતો, પણ હવે તેને તે વાત યાદ આવે ત્યારે ખૂબ જ હસવું આવે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter