MWC 2018  પહેલા સેમસંગ ગેલેક્સી ટેબ એસ 4 થયો લોન્ચ

સેમસંગ ગેલેક્સી ટેબ એસ4 ડિવાઇસની કથિત જાણકારી આવનાર સપ્તાહે મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ (એમડબલ્યૂસી 2018)માં લોન્ચથી પહેલા એક બેંચમાર્કિગ વેબસાઇટ પર સામે આવી છે. સેમસંગના આ ડિવાઇસને ગેલેક્સી ટેબ એસ3ના અપગ્રેડેડ વર્જન હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગેલેક્સી ટેબ એસ3ને એક વર્ષ પહેલા આ ઇવેન્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું.

દક્ષિણ કોરિયાઇ કંપની પોતાના નવા સ્માર્ટફોન Galaxy S9  અને Galaxy S+ને MWC 2018માં રજૂ કરવા માટે તૈયાર જોવા મળી રહી છે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે કંપની આ ઇવેન્ટ દરમ્યાન ગેલેક્સી ટેબ એસ4ની પણ જાહેરાતા કરી શકે છે.

આ ટેબલેટને મોડલ નંબર SM-T 835ની સાથે બેંચમાર્કિંગ વેબસાઇટ GFXBench પર કેટલાક સ્પેસિફિકેશન સાથે સામે આવ્યા છે. લિસ્ટિંગમાં સામે આવ્યું છે કે આ ટેબલેટમાં 10.5 ઇંચ 2560X1600 પિક્સલ સ્ક્રીન અને 2.3 ગીગા હર્ટઝ ઓક્ટા-કોર ક્વાલકોમ પ્રોસેસર અને એડ્રિનો 540 જીપીયૂ  સાતે રજૂ કરવામાં આવશે. તેની સાથે જ તેમા 4GB રેમ અને 64 GB ઇન્ટરનલ સ્ટોરેજ હશે.

અન્ય ફીચર્સની વાત કરીએ તો સેમસંગ ગેલેક્સી  ટેબ એસ4માં 12 મેગાપિક્સલ રિયર કેમેરા અને 7 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો હશે. એન્ડ્રોઇડ 8.0 ઓરિયો ઓપરેટિંગ સિસ્ટમ પર કાર્ય કરે છે. કનેક્ટિવિટી માટે વાઇ-ફાઇ, જીપીએસ અને બ્લૂટ્રૂથ જેવા ઓપ્શન આપવામાં આવ્યા છે.

લિસ્ટિંગમાં એ બાબતની જાણકારી આપવામાં આવી નથી કે આ સેમસંગ ગેલેક્સી ટેબ એસ4 હશે. પરંતુ સેમસંગ ગેલેક્સી ટેબ એસ3 નું મોડલ નંબર SM-T825 અને સેમસંગ ગેલેક્સી એસ2ને SM-T815 મોડલ નંબર સાથે લોન્ચ કરતા પહેલા સ્પોટ કરવામાં આવ્યો હતો. તેથી માનવામાં આવી રહ્યું છે કે આવનાર ગેલેક્સી ટેબ એસ3 હશે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter