બિહારના મુઝફ્ફરપુરમાં ગરીબનાથ મંદિરમાં જળાભિષેક સમયે ભાગદોડ, 25 લોકો ઘાયલ

બિહારના મુઝફ્ફરપુરમાં આવેલા ગરીબનાથ મંદિરમાં જળાભિષેક સમયે ભાગદોડ મચી હતી. જેમાં 25 લોકો ઘાયલ થયાના અંદાજ છે. ઘાયલોમાં મહિલાઓ અને બાળકો સામેલ છે. આજે શ્રાવણ સાનનો સોમવાર હોવાના કારણે મોટી સંખ્યામાં ભક્તો એકત્ર થયા હતા અને ત્યારે ભાગદોડ મચી હતી. બિહાર સરકારે શ્રાવણ માસ દરમિયાન શ્રદ્ધાળુઓની ભીડને કાબુમાં રાખવા માટે મસમોટા દાવા કર્યા હતા. પરંતુ આ ઘટનાથી તંત્રની પોલ ખુલી ગઈ.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter