લેડી ડોન બસીરનને બાતમીના આધારે પકડવામાં પોલીસને મળી સફળતા

દિલ્હી અને તેના આસપાસના વિસ્તારોમાં મમ્મીના નામથી જાણીતી બનેલી લેડી ડોન બસીરનને બાતમીના આધારે પકડવામાં પોલીસને સફળતા મળી છે. તેના વિરુદ્ધ લગભગ 113 કેસ નોંધાયા છે. આરોપી દિલ્હીના પાંચ ખૂંખાર મહિલા અપરાધીઓમાંની એક હતી.

પોલીસના હાથે લાગેલી 62 વર્ષીય બસીરનને તેમની ગેન્ગના સભ્ય મમ્મીના નામથી બોલાવવામાં આવતી હતી. રાજસ્થાનની રહેવાસી બસીરન 45 વર્ષ પહેલા દક્ષિણ દિલ્હી આવી હતી અને ઝુગ્ગ ઝૂંપડીઓમાં ગેરકાયદેસર દારૂ વેચતી હતી. તેણે નાના-મોટા ગુનાથી શરૂઆત કરી અને ગુનાની દુનિયામાં જલ્દી જ મશહૂર બની. તે પોતાના પરિવારને મળવા આવી હતી ત્યારે પોલીસે ગુપ્ત માહિતીના આધારે બસીરનની ધરપકડ કરી. આ લેડી ડોન એક કેસમાં છેલ્લા આઠ મહિનાથી ફરાર હતી. તેને કોર્ટ દ્વારા 25 મેએ કુખ્યાત અપરાધી જાહેર કરાઈ અને તેની સંપત્તિને જપ્ત કરવામાં આવી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter