મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદની ધરપકડ ન થવાને લઈને અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી

મુંબઈના 26-11 મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદની ધરપકડ ન થવાને લઈને અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી. શુક્રવારે અમેરિકી વિદેશ વિભાગે કહ્યુ છે કે, અમારી સરકારે જમાત-ઉદ-દાવાના હાફિઝ સઈદ પર લાખો રૂપિયાનું ઈનામ છે અને પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરે છે. તે અમેરિકા માટે ગંભીર ચિંતાનું કારણ છે.

વિદેશ વિભાગના પ્રવક્તા હેથર નુઅર્ટને આ વાત મુંબઈ હુમલા પર નવાઝ શરીફના નિવેદન પર પૂછાયેલા સવાલ પર કહી હતી. થોડી દિવસ અગાઉ નવાઝ શરીફે પહેલી વખત એક ઈન્ટરવ્યુમાં કબુલ્યુ હતુ કે મુંબઈ હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ હતો. અમેરિકી સરકારના પ્રવક્તાએ કહ્યુ છે મોદી સરકાર સાથે અમારા સારા સંબંધ છે. ભારતીય વિદેશ વભાગ સાથે સારા સંબંધ છે અને હાફિઝ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરે છે. તે અમેરિકા માટે ગંભીર ચિંતાનો વિષય છે. અમારી સરકારે તેની ધરપકડ માટે ઈનામ રાખ્યુ છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter