અનુરાગ કશ્યપની ફિલ્મ ‘મુક્કાબાઝ’નું ટ્રેલર થયું રિલિઝ

નિર્દેશક અનુરાગ કશ્યપની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘મુક્કાબાઝ’નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં જાતિવાદ અને ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે અને આ ફિલ્મ ઉત્તરપ્રદેશ બેઝ્ડ ફિલ્મ છે. ફિલ્મના ટ્રેલરમાં જોઇ શકાય છે કે ફિલ્મમાં શ્રવણ સિંહ નામના એક બોક્સરની કથા છે, જે સ્થાનિક ડોન જીમી શેરગિલના જીમમાં બોક્સિંગ શીખે છે પરંતુ આ તેને દરમિયાન શેરગિલની ભત્રીજી સાથે પ્રેમ થઇ જાય છે.

ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે એક બોક્સર ક્યાંથી આવે છે અને સમાજમાં બોક્સિંગની શું સ્થિતિ છે. ફિલ્મનું પોસ્ટર પણ દમદાર લાગી રહ્યું છે. ફિલ્મમાં વિનિત કુમાર, જીમી શેરગિલ, રવિ કિશન જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં ફિલ્મનું ગીત ‘પેંતરા’ પણ રિલિઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ 12 જાન્યુઆરીના રોજ રિલિઝ થશે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter