GSTV

આકાશ અંબાણીના લગ્નની ચર્ચાઓ, શું શ્લોકા મહેતા બનશે અંબાણી પરિવારની પુત્રવધુ?

મુકેશ અંબાણીના દિકરા આકાશ અંબાણીના લગ્નને લઇને ચર્ચાઓએ જોર પકડ્યું છે. સૌકોઇના મનમાં એક જ પ્રશ્ન છે કે શું આકાશ અંબાણીના લગ્ન શ્લોકા મહેતા સાથે થવા જઇ રહ્યાં છે? ઉલ્લેખનીય છે કે શ્લોકા હીરાના વેપારી રસેલ મહેતાની સૌથી નાની દિકરી છે.

તેવામાં આકાશ દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાણીનો મોટો પુત્ર છે. બંને પરિવારોએ હાલ આ અંગે કોઇપણ પ્રકારનું નિવેદન આપવાથી ઇનકાર કરી દીધો છે. પરંતુ સૂત્રોએ જણાવ્યા અનુસાર તેમની સગાઇની ઘોષણા આગામી કેટલાંક અઠવાડિયામાં કરી દેવામાં આવશે અને તેમના લગ્ન ડિસેમ્બર મહિનામાં કરવામાં આવે તેવી શક્યતા છે.

અંબાણી તથા મહેતા પરિવાર એકબીજાથી સારીરીતે પરિચિત છે. આકાશ અને શ્લોકા ધીરૂભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં સાથે અભ્યાસ કરતાં હતાં. ઉલ્લેખનીય છે કે ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યા બાદ શ્લોકાએ પ્રિસ્ટન યુનિવર્સિટીમાંથી એન્થ્રોપોલિજીનો અભ્યાસ કર્યો છે. સાથે જ તેણે લંડનની સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ એન્ડ પોલીટિકલ સાયન્સ માંથી લૉમાં માસ્ટર્સ કર્યુ છે. ડિગ્રી મેળવ્યાં બાદ 2014માં રોસી બ્લૂ ફાઉન્ડેશનમાં ડાયરેક્ટરનું પદ સંભાળ્યું છે. શ્લોકા કનેક્ટ ફૉર નામની સંસ્થામાં કૉ-ફાઉન્ડર પણ છે. આ સંસ્થા એનજીઓની મદદ કરે છે.

Related posts

નવસારીમાં કોરોનાનો એક પણ કેસ નથી, તેમ છતાં આવ્યા દુઃખદ સમાચાર

Pravin Makwana

કોરોના સામે લડવા આ રાજ્ય ‘ઓપરેશન શિલ્ડ’ના શરણે : જાણો શું થાય છે આવા સમયે ?

Mayur

જો લોકડાઉનનું સારી રીતે પાલન કરીશુ તો 400 જિલ્લાને બચાવીશું, જ્યાં હજૂ પણ એકેય કેસ નથી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!