વધુ અમીર થયા મુકેશ અંબાણી, સતત 10મી વખત બન્યા દેશના સૌથી અમીર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સતત 10મી વખત દેશના સૌથી અમીર વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા છે. મુકેશ અંબાણીની સંપત્તિ 38 અબજ ડૉલર થઇ ગઇ છે. ગત એક વર્ષ દરમિયાન મુકેશ અંબાણીની સંપત્તિમાં 15.3 અબજ ડૉલર એટલે કે 67 ટકાનો વધારો થયો છે. ફોર્બ્સ મેગેઝિને ગુરુવારે ભારતના અમીરોની યાદી 2017 બહાર પાડી છે. આ યાદી અનુસાર, દેશના ટૉપ 100 અમીરોનું નેટવર્થ 26 ટકાના દરથી વધ્યું છે.

મુકેશ અબાણી બાદ આ યાદીમાં બીજા નંબર પર વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજી છે, તેમની સંપત્તિ લગભગ 19 અબજ ડૉલર છે. તેમણે ગત વર્ષની સરખામણીએ બે સ્થાન ઉપર છલાંગ લગાવી છે. જ્યારે દવા બનાવનાર કંપની સન ફાર્માના દિલીપ સંધવીની સંપત્તિ ઘટી છે અને તેઓ બીજા નંબર પરથી ખસીને નવમા સ્થાન પર આવી ગયા છે. તેમની સંપતિ 12.1 અબજ ડૉલર છે. જ્યારે ત્રીજા નંબરે હિન્દુજા બ્રધર્સ છે, તેમની સંપત્તિ 18.4 અબજ ડૉલર આંકવામાં આવી છે.

તો વળી, મુકેશ અંબાણીના નાના ભાઇ અનિલ અંબાણી અમીરોની યાદીમાં ઘણાં નીચે 45મા સ્થાન પર રહ્યાં છે. તેમની સંપત્તિ 3.15 અબજ ડૉલર આંકવામાં આવી છે. ગત વર્ષે તેઓ 32મા અને 2015માં 29મા સ્થાન પર રહ્યાં હતા. પતંજલિ આયુર્વેદના આચાર્ય બાલકૃષ્ણ લાંબી છલાંગ લગાવી 6.55 અબજ ડૉલર એટલે કે લગભગ 43 હજાર ડૉલર રૂપિયાની સંપત્તિની સાથે 19મા સ્થાન પર પહોંચી ગયા છે. ગત વર્ષે તેઓ 48મા સ્થાન પર જગ્યા બનાવી શક્યા હતા.

Paytm ના માલિક સૌથી નાની ઉંમરના અબજપતિ

આ યાદીમાં સૌથી અમીર ભારતીય બ્રિટાનિયાના નૂસલી વાડીયા છે. 73 વર્ષના વાડિયાની કુલ સંપત્તિ 5.6 અબજ ડૉલર આંકવામાં આવી છે. આ યાદીમાં તેઓ 25મા સ્થાને છે. જ્યારે અમીરોની યાદીમાં એવેન્યૂ સુપરમાર્ટ્સના માલિક રાધાકિશન દમાનીએ વાપસી કરી છે. તેમની સંપત્તિ 9.3અબજ ડૉલર આંકવામાં આવી છે. યાદીમાં સૌથી નાની ઉંમરના અબજપતિ 39 વર્ષના પેટીએમના માલિક વિજય શેખર શર્મા છે. તેમની કુલ સંપત્તિ 1.47 અબજ ડૉલર છે. સૌથી વધુ ઉંમરના અબજપતિ સંપ્રદા સિંહ છે. અલ્કમ લેબોરેટ્રીઝના માલિક સિંહની ઉંમર 91 વર્ષ છે, તેમની કુલ સંપત્તિ 3.3 અબજ ડૉલર આંકવામાં આવી છે.

ટૉપ 100 અમીરોમાં સાત ભારતીય મહિલાઓ

યાદીમાં ઓપી જિંદાલ સમૂહના ચેરમેન સાવિત્રી જિંદાલ અને બાયોટેકનોલોજી ક્ષેત્રના કિરણ મજૂમદાર-શૉ સામેલ છે. સાવિત્રી જિંદાલ અને પરિવારને યાદીમાં 7.5 અબજ ડૉલરની સાથે 16મા સ્થાન પ રાખવામાં આવ્યા છે. ત્યાર બાદ લ્યૂપિનના ગુપ્તા પરિવાર 3.45 અબજ ડૉલરની સાથે 40મા સ્થાન પર છે. લ્યૂપિનની બિન-કાર્યકારી પ્રમુખ મંજુ દેશ બંધુ ગુપ્તા છે. હેવેલ્સ ઇન્ડિયાના વિનોદ ગુપ્તા અને પરિવાર 3.11 અબજ ડૉલરની સાથે 48મા સ્થાન પર છે. બેનેટ, કોલમેન એન્ડ કંપનીને સંચાલિત કરનાર ઇન્દુ જૈન ત્રણ અબજ ડૉલરની સાથે 51મા સ્થાન પર તથા અમલગમેશન પરિવાર 2.5 અબજ ડૉલરની સાથે 63મા સ્થાન પર છે. યૂએસવી ઇન્ડિયાના લીના તિવારી 2.19 અબજ ડૉલરની સાથે 71મા સ્થાન પર રહ્યાં છે. ઉપરાંત બાયોકોનની મજૂમદાર-શૉ ને યાદીમાં 2.16 અબજ ડૉલરની સાથે 72મા સ્થાન પર રાખવામાં આવ્યા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter