PHOTOS : મુકેશ અંબાણીના ઘર ઍૅન્ટિલિયામાં લાગી આગ

Fire at Antilia

જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર ઍન્ટિલિયામાં આજે રાત્રે આગ લાગી હતી. ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળ પહોંચી ગઈ હતી જે આગને કાબૂમાં લેવાનું કામ કરી રહી છે.

જો કે મુંબઈ ફાયર બ્રિગેડે જાણકારી આપી છે કે આગ પર કાબૂ લઈ લેવામાં આવ્યો છે. પરંતુ આગ કયા કારણોસર લાગી હતી તેની હજુ સુધી ખ્યાલ આવ્યો નથી.

બોલીવુડની જાણીતી કોરિયોગ્રાફર ફરાહ ખાને ઍન્ટિલિયામાં બનેલી આ ઘટનાનો ફોટો સાથેનો ટ્વિટ કર્યુ હતું અને સમાચારની ખાતરી જાણવાનો પ્રયાસ કર્યો  હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે એન્ટિલિયા સાઉથ બોમ્બેના ઑફ પૅડર રોડ પર અલ્ટામાઉન્ટ રોડ પર સ્થિત છે અને દુનિયાના સૌથી મોંઘુ પ્રાઈવેટ ઘર છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter