સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, સુત્રાપાડાનું ટીંબી ગામ બેટમાં ફેરવાયું

દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં મેધરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. કેશોદમાં દોઢ કલાકમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદમાં કેશોદ બેટમાં ફેરવાયુ છે. ધોધમાર વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા હતા. તો બીજી તરફ સુત્રાપાડાનું ભુવા ટીંબી ગામ બેટમાં ફેરવાયું છે, સૂત્રાપાડા પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે ભુવા ટીંબીમાં  જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું  છે. જેથી ગામના લોકો સંપર્ક વિહોણા બન્યા હતા.  ગત વર્ષે ભુવા ટીંબી ગામ જળબંબાકાર થયું હતુ. જેમા અસંખ્ય પશુઓના મોત નિપજયા હતા.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter