મેચ પહેલા ધોની-પંડ્યા વચ્ચે 100 મીટરની રેસ, VIDEOમાં જુઓ કોણે જીત્યુ

ભારતીય ક્રિકેટ ખેલાડી ધોનીની ફિનેસ વિશે સૌ કોઇ જાણે છે. મોહાલીમાં બીજી વનડે પહેલા પ્રેક્ટિસ દરમિયાન પૂર્વ કેપ્ટન ધોની યુવા ખેલાડી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વચ્ચે રેસ થઇ. જેનો વીડિયો હાલ વાઇરલ થયો છે.

ટીમ ઇન્ડિયામાં ધોની આજે પણ સૌથી ફિટ ખેલાડીઓમાંથી એક છે. ક્રીઝ પર ધોનીની સ્ફુર્તિ જોઇને સૌ દંગ રહી જાય છે. જેનું તાજુ ઉદાહરણ હાલમાં જ જોવા મળ્યું. ઓલરાન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા અને ધોની વચ્ચે 100 મીટરની રેસ લાગી. જેમાં યુવા હાર્દિક પંડ્યાએ ધોની સામે હારનો સામનો કરવો પડ્યો. આ રેસમાં મેહન્દ્રસિંહ ધોનીએ જીત મેળવી. જુઓ વીડિયો.

પૂર્વ ભારતીય વનડે કેપ્ટન ધોનીની ફિટનેસ વિશે સવાલ ઉભા કરવામાં આવે છે. પરંતુ 36 વર્ષીય ધોની આજે પણ સૌથી ફિટ ખેલાડી છે. આ જ કારણ છે કે ધોનીએ રેસમાં 24 વર્ષીય હાર્દિક પંડ્યાને પાછળ રાખી દીધો.

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter