પ્રશંસકોએ સાનિયા મિર્ઝાને પૂછ્યું, ભારતીય ક્રિકેટ ટીમમાં કોણ પંસદ છે?, મળ્યો આવો જવાબ

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને ક્રિકેટ પસંદ છે તો તો બધા જાણે છે. સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ નિહાળતી સાનિયાને ઘણી વખત જોઈ છે. પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કરનાર સાનિયા મિર્ઝાએ ટ્વિટર પર પોતાના પ્રશંસકો દ્વારા પૂછેલા પ્રશ્નોના જવાબ અનોખા અંદાજમાં આપ્યા હતા. જેની પરથી પુરવાર થાય છે કે તેમને ક્રિકેટ કેટલું પસંદ છે.

ખરેખર, સાનિયાના પ્રશંસકોએ સાનિયાને ટ્વિટર પર ક્રિકેટને સંબંધિત રસપ્રદ પ્રશ્નો પૂછ્યા હતા. સાનિયાએ સમય નિકાળી પોતાના ટ્વિટર માધ્યમથી આ પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

સાનિયાના એક પ્રશંસકે તેમને પ્રશ્ન પૂછ્યો કે, તેઓ ફ્રી સમયમાં શું કરે છે? તેમણે રમૂજી અંદાજમાં જવાબ આપતાં કહ્યું કે, ‘કંઈ પણ નહીં.’ આ સિવાય એક ટ્વિટર યુઝર્સે તેમની પસંદગીના ક્રિકેટર વિશે પૂછ્યું, તેમણે ટ્વિટ કરી કહ્યું, વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોની. તો સાનિયાના અન્ય એક પ્રશંસકે શ્રીલંકાના ક્રિકેટર વિશે પૂછતાં તેમણે કુમાર સંગાકારાનું નામ જણાવ્યું. બાદમાં અન્ય એક ટ્વિટર યુઝર્સે વિરાટ કોહલી વિશે એક શબ્દમાં કંઈક જણાવવાનો આગ્રહ કર્યો ત્યારે સાનિયાએ ‘ચેમ્પિયન’ લખી જવાબ આપ્યો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter