‘ટૉયલેટ’ એક પ્રેમ કથા : એક સામાજિક દૂષણને ‘ફ્લશ’ કરવાનો ઇમાનદાર પ્રયાસ

ટૉયલેટ એક પ્રેમ કથા, નામથી જ ખબર પડી જાય છે કે વાર્તા ટૉયલેટની આજુબાજુ ફરતા બનાવાઈ છે. કેશવ (અક્ષય કુમાર)ને પ્રેમ થઈ જાય છે જયા (ભૂમિ પેડનેકર)ની સાથે. લગ્ન પણ થઈ જાય છે. પંરતુ સુહાગરાતની બીજી સવારે જ અન્ય મહિલાઓ તેને લોટા પાર્ટી માટે આમંત્રિત કરે છે ત્યારે જયાને ખબર પડે છે કે ઘરમાં શૌચાલય નથી.

શૌચ માટે તમામ મહિલાઓને ખુલ્લામાં, ખેતરમાં દિવસ ઉગતા પહેલાં જ જવું પડે છે. આવામાં જયા કેશવને સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દે છે અને કહે છે કે બાળપણથી અત્યાર સુધી તેણે ઘરમાં જ બનેલા શૌચાલયનો ઉપયોગ કર્યો છે. આ માટે તે બહાર ખુલ્લામાં નહીં જાય.

કેશવના પિતા એક બ્રાહ્મણ છે જે પરંપરાઓ વિરુદ્ધ જે આંગણામાં તુલસીની પૂજા થતી હોય ત્યાં શૌચાલય બનાવવાની ના પાડે છે અને જીદ પણ અડી જાય છે. પંચાયત પણ આ વાતના વિરુદ્ધમાં થઈ જાય છે કે શૌચાલય નહીં બને. આવામાં કેશવ પત્નીના પ્રેમ માટે શું-શું કરે છે તેના પર સમગ્ર વાર્તા બની છે ટૉયલેટ એક પ્રેમ કથા.

પ્રિયંકા ભારતીય જેને પોતાના પતિનું ઘર આ જ કારણથી છોડ્યું હતું. આ વાર્તા પરથી જ ફિલ્મની પ્રેરણા છે. ત્યાર બાદ પણ ઉત્તરપ્રદેશની પારો દેવી, બિહારની સુનીતા, યુપીની જ અર્ચના, મધ્યપ્રદેશની અનિતા જેવા કેટલાંય ઉદાહરણો પણ સામે આવ્યાં જેમણે સાસરિયામાં ખુલ્લામાં શૌચ જવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો.

ફિલ્મ ટૉયલેટ: એક પ્રેમ કથા નિશ્ચિતરૂપે એક ઇમાનદાર પ્રયાસ છે. આજે પણ ભારતના કેટલાંય હિસ્સાઓમાં મહિલાઓને અંધારામાં શૌચ કરવા જવું પડતું હોય છે. જેની માટે કેટલાંય તર્ક અપાતા હોય છે. પરંતુ મહિલાઓની અસ્મિતા, સાફ-સફાઈ, બીમારીઓ વગેરે જેવાં મુખ્ય કારણો ખુલ્લામાં શૌચ જવાને કારણે જ છે. આ મુદ્દા પર ફિલ્મ બનાવવા માટે શ્રી નારાયણ સિંહ સાધુવાદના પાત્રમાં છે.

શા માટે જોવી ફિલ્મ?

ભારતીય સમાજમાં આ મુદ્દે જ્યાં લોકો બોલતા પણ શરમાય છે એ જ મુદ્દા પર ફિલ્મ બનાવવાનો પ્રયાસ સરાહનીય છે. સાથે જ આ ફિલ્મ અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરના શાનદાર પર્ફોર્મન્સ માટે પણ જોઈ શકાય છે.

શા માટે ન જોવી જોઈએ?

ફિલ્મ બિનજરૂરી લાંબી છે. ઇન્ટરવલ સુધી ફિલ્મ બોજરૂપ બની જાય છે. દ્રશ્યોનું રિપિટેશન ઇન્ટરવલ તરફ આકર્ષિત કરે છે. સ્ક્રીનપ્લે પર વધુ મહેનત કરવા જેવી હતી. સિનેમેટોગ્રાફી પણ વધુ બહેતર હોત તો ફિલ્મ દર્શનીય બની જાચ. ટૉયલેટ માટે દિવસમાં જતી મહિલાઓના દ્રશ્યની જરૂરત હતી પરંતુ તેનાથી લૉજિકને વધુ આઘાત લાગત.

વર્ડિક્ટ :

ટૉયલેટ : એક પ્રેમ કથા ઈમાનદાર મુદ્દા પર આધારિત એક સામાન્ય ફિલ્મ છે, જેનાથી ઘણી આશાઓ રાખવામાં આવી રહી હતી. જો આ મુદ્દા પર આધારિત ફિલ્મ જોવા માંગો છો તો આ ફિલ્મ તમને પસંદ આવશે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter