Movie Review : વોડકા ડાયરીઝ, કે કે મેનનનો અભિનય અને ફિલ્મની કથા દર્શકોને જકડી રાખશે

પોલીસકર્મીઓ પર એક મુશ્કેલ કેસનો ઉકેલ લાવવાની જવાબદારી હોય છે પરંતુ કોઇ વખત કેસ એટલા મુશ્કેલ છે કે તેઓ પોતે જ તેમાં ગુંચવાઇ જાય છે. ફિલ્મ વોડકા ડાયરીઝ પણ એક એવા પોલીસકર્મીની કથા છે જે એક કેસને સોલ્વ કરતાં કરતાં પોતે જ તે કેસમાં ફંસાઇ જાય છે.

મનાલીના વોડકા ડાયરીઝ ક્લબમાં એક જ રાતમાં એક પછી એક અનેક હત્યાઓ થાય છે, જેનો ઉકેલ લાવવાની જવાબદારી એસીપી અશ્વિની દીક્ષિત (કે.કે.મેનન) પર આવે છે. હાલમાં રજાઓ ગાળીને આવેલા અશ્વિની આ કેસમાં ત્યારે ફંસાઇ જાય છે જ્યારે આ કેસના કારણે તેની પત્ની શિખા (મંદિરા બેદી) પણ ગુમ થઇ જાય છે. તેની પત્ની કવિતા લખે છે. અનેક વાર અશ્વિનીને તેની પત્ની પર હુમલો થવાના પણ સપના આવતા હતા પરંતુ તેના ગુમ થવાના કારણે તે પરેશાન થઇ જાય છે.

આ વચ્ચે અશ્વિની એક રહસ્યમય યુવતી રોશની બેનર્જી (રાઇમા સેન)ને મળે છે જેના પર તેને શંકા થાય છે પરંતુ આ વચ્ચે અન્ય બાબતોના કારણે તે વધુ ગૂંચવાઇ જાય છે અને અશ્વિની એક એવા ષડયંત્રમાં ફંસાઇ જાય છે જેમાંથી બહાર આવવું મુશ્કેલ છે. ફિલ્મની કથા એક એવા મળાંક પર આવીને પૂરી થાય છે જેની કલ્પના ન કરી શકાય.
હંમેશાની જેમ કે કે મેનન આ ફિલ્મમાં પણ છવાઇ ગયો છે. તેણે શાનદાર કામ કર્યું છે. પોતાના રોલમાં તે પરફેકટ લાગે છે. જો કે મંદિરા બેદી અમુક સીન્સમાં ઓવર એક્ટિંગ કરતી જોવા મળી. તેવામાં રાઇમા સેને પોતાના પાત્રને ન્યાય આપ્યો છે. ફિલ્મની કથા તમને શરૂઆતથી અંત સુધી જકડી રાખે તેવી છે.

ઇન્ટરવેલ સુધીની કથા રસપ્રદ છે અને તે પછી તમને આગળની કથા જાણવાની ઉત્સુકતા થશે. આ ફિલ્મને કુશલ શ્રીવાસ્તવે ડાયરેક્ટ કરી છે. જો તમને થ્રીલર ફિલ્મો પસંદ છે તો આ ફિલ્મ તમને ચોક્કસ ગમશે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter