Movie Review : ટાઇગર ઝિંદા હૈ, એક્શનથી ભરપૂર અને પૈસા વસૂલ ફિલ્મ

સલમાનના ફેન્સ જે ફિલ્મની રાહ જોઇ રહ્યાં હતાં, તે ટાઇગર ઝિંદા હે આજે રિલિઝ થઇ ગઇ છે અને સલમાનની આ ફિલ્મને લઇને ભાઇજાનના ફેન્સ ખૂબ જ એક્સાઇટેડ જોવા મળ્યાં હતાં. થિયેટરો તો પહેલાંથી જ હાઉસફુલ થઇ ગયાં હતાં અને થિયેટરોની બહાર પણ સલમાનના ફેન્સની લાંબી લાઇનો જોવા મળી. સલમાન ખાન ફરી એકવાર પોતાના ફેન્સ માટે એકશનથી ભરપૂર ફિલ્મ લઇને આવી ગયો છે.

સલમાન સાથે કેટરિના પણ આ ફિલ્મમાં એક્શન સિકવન્સ કરતી જોવા મળી છે. સલમાન અને કેટરિના આતંકીઓએ અપહરણ કરેલી નર્સોને બચાવતા જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મ એક્શન ડોઝ ફિલ્મ સાબિત થઇ રહી છે. સલમાન આ ફિલ્મમાં એક રૉ એજન્ટની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે, તો કેટરિના પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇની એજન્ટની ભૂમિકા ભજવી રહી છે.

નર્સોને બચાવવાના મિશન દરમિયાન આ બંનેને એકબીજા સાથે પ્રેમ થઇ જાય છે. આ બંનેનો પ્રેમ દિલ દીયાં ગલ્લા સોન્ગમાં છલકાતો જોવા મળી રહ્યો છે.

આતંકી સરગણા તરીકે ઇરાની એક્ટરે પણ દર્શકોના દિલ જીતી લીધાં છે. ફિલ્મમાં અનેક ટ્વિસ્ટ છે, જેને જોવા માટે દર્શકો થિયેટરો સુધી ચોક્કસપણે જશે.

ફિલ્મ જોયા બાદ અનેક લોકોએ ટ્વિટર પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.

ચેતન પાટીલ નામના યુઝરે ટ્વિટ કર્યુ છે કે આ ફિલ્મ એક થા ટાઇગર કરતાં ઘણી અલગ છે અને આ ફિલ્મ તેના કરતાં ઘણી સારી છે.

રાજ બંસલ નામના યુઝરે લખ્યું છે કે એક્સપેક્ટ કર્યા પ્રમાણે વહેલી સવારથી જ આ ફિલ્મ જોવા માટે થિયેટરોની બહાર લાંબી લાઇનો જોવા મળી હતી.

દેવલ નામના યુઝરે ટ્વિટ કર્યું કે આ ફિલ્મ પરફેક્ટ ફેમિલી શો છે પરંતુ આ ફિલ્મમાં થોડી કોમેડી અને રોમાન્સ હોવું જોઇએ.

રિલિઝના પહેલાં દિવસે ટાઇગરને લગભગ દર્શકોનો પોઝિટીવ રિસપોન્સ મળી રહ્યો છે પરંતુ આગામી દિવસોમાં ટાઇગર હિટ થશે કે ફ્લોપ તે જોવું રહ્યું.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter