MOVIE REVIEW : મોનસૂન શૂટઆઉટ

ફિલ્મ: મોનસૂન શૂટઆઉટ

કલાકાર- નવાઝુદ્દીન સિદ્દિકી, નીરજ કાબી, તનિષ્ઠા ચેટર્જી, ગીતાંજલી થાપા, શ્રુતિ બાપ્ના, વિજય વર્મા

ડિરેક્ટર-અમિત કુમાર

મુવી ટાઇપ-ક્રાઇમ, ડ્રામા

ટાઇમ પિરિયડ-1 કલાક 55 મિનિટ

કથા- મુંબઇ પોલીસના એક પોલીસકર્મી આદી (વિજય વર્મા) ક્રાઇમ બ્રાન્ચમાં જોડાય છે અને પોતાના પહેલાં જ કેસમાં મૂંઝવણમાં મૂકાઇ જાય છે કે તેણે બચીને ભાગતા એક મર્ડરના આરોપીને શૂટ કરવો જોઇએ કે નહી.

ક્રાઇમ-ડ્રામા ફિલ્મ ‘મોનસૂન શૂટઆઉટ’થી ડાયરેક્શનના ક્ષેત્રમાં પગ મુકનાર અમિત કુમારે આ ફિલ્મની કથા પર વધુ ફોકસ કર્યું છે. ફિલ્મની આખી કથા એ વાત પર આધારિત છે કે આદીનો સામનો જ્યારે મર્ડરના આરોપી શિવા (નવાઝુદ્દીન સિદ્દિકી) સાથે થાય છે ત્યારે તેનો નિર્ણય કેવી રીતે તેની અને શિવાનું આખું જીવન બદલી શકે છે.

આદી એ મુંઝવણમાં છે કે તેણે સાચા માર્ગે ચાલવું જોઇએ કે ખોટા અથવા જીવનના વચ્ચેનો માર્ગ પસંદ કરવો જોઇએ. જો કે જ્યારે સત્ય સાથે તેનો સામનો થાય છે ત્યારે તેને સમજાય છે કે જીવન વ્યકિતને કોઇ પણ નિર્ણય પર નિર્ભર રહેવાની તક નથી આપતું. ફિલ્મની કથામાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક પોલીસકર્મીમાં નિર્ણય અને કામ માટે ત્યાગ, નિષ્પક્ષતા અને નૈતિકતાની ભાવના હોય છે.

ફિલ્મની કથા દર્શકોને જકડી રાખે તેવી છે પરંતુ તેની સાથે જ કથા સાથે કરવામાં આવેલી ટ્રીટમેન્ટ ફિલ્મને નબળી બનાવે છે. ફિલ્મનો ક્લાઇમેક્સ દર્શકોને નિરાશ કરે તેવો છે. ફિલ્મનો સ્ક્રીનપ્લે સારી રીતે લખવામાં આવ્યો છે પરંતુ તેને પડદા પર યોગ્યરીતે ઉતારવામાં સફળતા નથી મળી. પોતાની પહેલી ફિલ્મમાં વિજય વર્માએ સારી ભૂમિકા નિભાવી છે અને સાથે જ નેગેટિવ ભૂમિકામાં નવાઝુદ્દીન છવાઇ જાય છે, જો તમને ડ્રામા ટાઇપની ફિલ્મો પસંદ હોય તો આ ફિલ્મ તમને ચોક્કસપણે ગમશે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter