Movie Review: ‘મૉમ’

‘મૉમ’ શ્રીદેવીની 300મી ફિલ્મ છે. શ્રીદેવીના કરિયરને લગભગ 50 વર્ષ પૂરા થઇ ચૂક્યા છે. માં પર વર્ષો ફિલ્મ બનાવવામાં આવી રહી છે. જેવી કે ‘મધર ઇન્ડિયા’, ‘માં’ અથવા તાજેતરમાં રિલીઝ થયેલી રવિના ટંડન સ્ટારર ‘માતૃ’

શું ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ જેવુ વેલકમ પણ આ ફિલ્મને મળશે. શુ ફરી એક વખત હવા હવાઇ ગર્લના અલગ અવતારના વખાણ કરવામાં આવશે? જાણો કેવી બની છે ફિલ્મ…

સ્ટોરી:

કહેવાય છે કે ભગવાન દરેક જગ્યાએ નથી પહોંચી શકતા એટલે તેમણે ‘માં’ને બનાવી છે. ફિલ્મની સ્ટોરી એક માં (શ્રીદેવી)ની આસપાસ ફરે છે. જે પોતાની દિકરી આર્યા ( સજલ અલી)ને ન્યાય અપાવવા માટે કંઇ પણ કરવા તૈયાર છે. સ્ટોરીની શરૂઆત એક સ્કૂલથી થાય છે જેમાં દેવકી (શ્રીદેવી) ટીચર છે અને તેના ક્લાસમાં દિકરી આર્યા ભણે છે. આર્યાના ક્લાસમાં મોહિત નામનો છોકરો ભણે છે જે તેને ખરાબ મેસેજીસ કરે છે. આ વાતની ખબર પડતા દેવકી ટીચર હોવાને કારણે તેને ક્લાસમાં સજા આપે છે, જ્યાર બદા મોહિત તેનો બદલો લેવા માટે તેના ફ્રેન્ડ્સની સાથે મળીને આર્યા પર રેપ કરે છે. પછી શરૂ થાય છે વાર્તામાં ટ્વિસ્ટ.. પોતાની દિકરીને ન્યાય અપાવવા માટે એક માં કેટલી હદ સુધી જાય છે તેના પર ફિલ્મ બની છે. દિકરીને ન્યાય અપાવવા માટે દેવકી ડિટેક્ટિવ ડી.કે. (નવાઝુદ્દીન સિદ્દકી)ની મદદ લે છે અને તે વચ્ચે પોલીસ ઑફિસર મૈથ્યૂ ફ્રાંસિસ (અક્ષય ખન્ના)ની એન્ટ્રી થાય છે. શું આર્યાના આરોપીને સજા મળશે? શું દેવકી પોતાની દિકરીને ન્યાય અપાવી શકશે? આ જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ડિરેક્શન:

આ ફિલ્મની પહેલી વખત ડિરેક્શન કરી રહેલા રવિ ઉદ્યાવરએ સહજ કામ કર્યુ છે. કેમેરા વર્ક પણ શાનદાર છે.. ડ્રોન કેમેરાનો ઉપયોગ પણ સારી રીતે કરવામાં આવ્યો છે. ફિલ્મની વાર્તા હજુ સારી લખી શકાઇ હોત. તાજેતરમાં આ વિષય પર કેટલીય ફિલ્મો બની ચૂકી છે. જેના કારણે ફિલ્મ થોડી બોરિંગ લાગી શકે છે. પણ ફિલ્મમાં થ્રિલ ભરપૂર છે.

એક્ટિંગ:

એક માંની ભૂમિકામાં શ્રીદેવી એકદમ ફિટ છે. પોતાની દમદાર એક્ટિંગને કારણે ફિલ્મની સાથે કનેક્ટ થઇ જાય છે. ત્યારે સજલ અલીએ આર્યાના કેરેક્ટરને ખૂબ જ સારી રીતે પ્લે કર્યો છે. જ્યારે નવાઝુદ્દીન સિદ્દીકીની એક્ટિંગ અને સ્ટાઇલ લાજવાબ છે. તેનું કેરેક્ટર ઓડિયન્સને હસાવવામાં સફળ રહે છે. લાંબા સમય બાદ અક્ષય ખન્ના પણ આ ફિલ્મમાં જોવા મળ્યો છે.

મ્યૂઝિક:

મ્યુઝિકની વાત કરીએ તો એ.આર.રહમાનનો બેકગ્રાઉન્ડ સ્કોર જોરદાર છે. પરંતુ ફિલ્મના સોંગ્સ ઠીક છે.

જોવી કે નહીં:

શ્રીદેવી અને નવાઝુદ્દિન સિદ્દકી માટે આ ફિલ્મને જરૂરથી એક વખત જોઇ શકાય.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો   | Youtube | Twitter