Movie Review Deadpool 2 : અંત સુધી જકડી રાખશે આ ફિલ્મ, રણવીર સિંહના અવાજે કરી કમાલ

ડેડપુલ એક અલગ જ પ્રકારની ફિલ્મ હતી. આ ફિલ્મ લોકોને ખૂબ જ પસંદ આવી હતી અને આજે પણ લોકો વચ્ચે તેના ચર્ચા છે. હવે આ સિરિઝની બીજી ફિલ્મ ડેડપુલ 2 આજે સિનેમાઘરોમાં રિલિઝ થઇ ગઇ છે અને થિયેટરોમાં દર્શકોની તાળીઓના ગડગડાટની સાથે સાથે સીટીઓના અવાજ પણ સાંભળવા મળ્યાં. ખરેખર આ એક મનોરંજક ફિલ્મ છે.

ફિલ્મના હિન્દી ડાયલૉગ્સ દમદાર છે. ફિલ્મની એક્શન કોર્યોગ્રાફી પહેલી ફિલ્મની તુલનમાં એટલી ખાસ તો નથી પરંતુ ઇન્ફિનીટી વૉર કરતા આ ફિલ્મ તમને વધુ પસંદ આવશે. ફિલ્મની કૉમિક ટાઇમિંગ પરફેક્ટ છે જેન કારણે ડેડપુલ 2 પણ જોવા લાયક ફિલ્મ કહી શકાય. ફિલ્મનું સાઉન્ડ ટ્રેક અને બેકગ્રાઉન્ડ સ્કોર પણ ફિલ્મને રસપ્રદ બનાવે છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી સારી છે અને ફિલ્મનુ ક્રિસ્પ એડિંટિંગ કરવમાં આવ્યું છે તેથી શરૂઆતથી લઇને અંત સુધી  આ ફિલ્મ તમને જકડી રાખશે.

એક વાત તો માનવી પડશે કે માર્વલ કૉમિક્સની અગાઉની ફિલ્મોની જેમ જ હિન્દી ડાયલૉગ્સ ગૂગલ વૉઇસ જેવા ન હોવાના કારણે ફિલ્મ અલગ લાગે છે. ફિલ્મ એડલ્ટ જોક્સથી ભરપૂર છે. સાથે જ રણવીર સિંહનો અવાજ આ ફિલ્મમાં ચાર ચાંદ લગાવી દે છે. જંગલબુક પછી આ બીજી ફિલ્મ છે જેમાં ભારતીય અભિનેતાના અવાજના કારણે ફિલ્મની વેલ્યુ ભારતીય દર્શકોમાં વધી જાય છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter