બોલીવુડમાં ડેબ્યૂ પહેલા સોશિયલ મીડિયા પર છવાઇ Mouni Roy , શૅર કરી બોલ્ડ Pics

ટેલિવિઝન એક્ટ્રેસ મૌની રૉયે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મૌની ખૂબ જ બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે. તસવીરોને અલગ-અલગ ફ્રેમમાં ક્લિક કરવામાં આવી છે.

તસવીરોમાં મૌની બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસમં કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે મૌની ટૂંક સમયમાં ગોલ્ડ ફિલ્મ દ્વારા બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. મૌની આ ફિલ્મમાં અક્ષય કુમારની ઑપોઝિટ જોવા મળશે.

મૌની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો શેર કરે છે. મૌનીના હજારો પ્રશંસકો છે.

ટીવી પર નાગિન સિરિયલ દ્વારા ફેમસ થયેલી મૌની રૉય હવે બોલીવુડમાં ખૂબ જ એક્ટિવ થઇ ગઇ છે.

બોલીવુડમાં તેની આવનારી ફિલ્મો ગોલ્ડ અને બ્રહ્માસ્ત્ર બાદહવે મૌની રૉયને સલમાન સાથે દબંગ-3માં બ્રેક મળ્યો છે.

સૂત્રોએ જણાવ્યા અનુસાર મૌની રૉય દબંગ-3માં કેમિયો રોલમાં જોવા મળશે.

પ્રાપ્ત માહિતી અનુસાર મૌની રૉય દબંગના ચુલબુલ પાંડે અને ફિલ્મની સિક્વલમાં રૉબિનહુડ પાંડેના જૂના પ્રેમ તરીકે જોવા મળશે.

આ ફિલ્મમાં મૌનીનો સિક્વન્સ 15થી 20 મિનિટનો હશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter