GSTV
Home » News » 2017-18ના સૌથી પૉપ્યુલર સેલેબ્સ બન્યા દિપિકા અને સલમાન

2017-18ના સૌથી પૉપ્યુલર સેલેબ્સ બન્યા દિપિકા અને સલમાન

દિપિકા પાદુકોણ અને સલમાન ખાને લોકપ્રિયતાના મામલે એક નવો રેકોર્ડ સર્જ્યો છે. સ્કોર ટ્રેન્ડ્સ અનુસાર દિપિકા અને સલમાને 2017-18ના વર્ષ 2017-18માં બાકીના બોલીવુડ સેલેબ્સને પાછળ છોડતાં લોકપ્રિયતાના મામલે ટોચનું સ્થાન મેળવ્યું છે.

દિપિકા પાદુકોણ નાણાકીય વર્ષ 2017-18માં સતત 14 અઠવાડિયાઓ સુધી પ્રથમ ક્રમે રહી છે. તેવામાં સલમાન પણ 17 અઠવાડિયાથી ટોચ પર રહ્યો છે. સ્કોર ટ્રેન્ડ્સના ચાર્ટ પર 2017-18 અનુસાર સલમાન ખાન, અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, શાહરૂખ ખાન ને આમિર ખાન ટૉપ-5માં રહ્યાં છે. તેવામાં દિપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા, અનુષ્કા શર્મા, જેક્લિન ફર્નાન્ડિઝ અને સોનમ કપૂર બોલીવુડની ટૉપ-5 એક્ટ્રેસ છે.

અમેરિકા મિડિયા ટેક કંપની સ્કોર ટ્રેન્ડઝ ઇન્ડિયા દ્વારા આ આંકડાઓ બહાર પાડવામાં આવ્યાં છે. જે અનુસાર દિપિકા પોતાની ફિલ્મ પદ્માવતના કારણે આ વર્ષે ચર્ચામાં રહી છે. સાથે જ રણવીર સિંહ સાથેના રિલેશનશીપના કારણે તે સોશિયલ મીડિયા પર છવાયેલી રહી છે. તેના કારણે 58.22ના સ્કોર સાથે દિપિકાએ બાકી એક્ટ્રેસને પાછળ છોડતા 14 અઠવાડિયા સુધી પ્રથમ સ્થાન જાળવી રાખ્યું.

સલમાન ખાનની વાત કરીએ તો તે બિગબોસ અને ટાઇગર ઝિંદા હૈના કારણે બોલીવુડનો સૌથી લોકપ્રિય અભિનેતા છે. હાલ તે રેસ-3ના કારણે અને તેના શૉ 10 કા દમના કારણે ચર્ચામાં છે. તેથી તે સ્કોર ટ્રેન્ડ્ઝના ચાર્ટ પર નંબર વન છે.

Related posts

ચિલ્ડ્રન ડેના દિવસે ઋષિ કપૂરે સોશિયલ મીડિયા પર બાળપણનો ફોટો કર્યો શેર, લખ્યું ખાસ કેપ્શન

Dharika Jansari

ફેસબુકને કરવા પડ્યા 320 કરોડ એકાઉન્ટ ડિલીટ, જાણો શું છે તેની પાછળનું કારણ

Dharika Jansari

કુલભૂષણ મુદ્દે ભારત સાથે કોઈ સમજૂતી થઈ નથી : પાકે. અસલી રંગ દેખાડયો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!