હાર્દિક પટેલના બોપલ ખાતેના નિવાસ સ્થાને 200થી વધુ પોલીસકર્મીઓ તૈનાત, 59 લોકો નજર કેદ

25 ઓગસ્ટે અમરણાંત ઉપવાસ આંદોલનની મંજૂરી ન મળતા હાર્દિક પટેલ આજે એક દિવસના પ્રતિક સમર્થકો સાથે પ્રતિક ધરણા કરવાનો છે. ત્યારે બોપલ ખાતે હાર્દિક પટેલના નિવાસ સ્થાને પણ સઘન બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. હાર્દિક પટેલ નિકોલ ખાતે પહોંચીને કારમાં જ પ્રતિક ઉપવાસ કરવાનો છે.હાર્દિક પટેલની સાથે 500 પાટીદાર યુવાનો પણ કારમાં જ પ્રતિક ધરણા કરવાના છે.

જોકે તેઓને એક દિવસના પ્રતિક ઉપવાસ માટે પણ મંજૂરી મળી નથી.હાર્દિક પટેલે આરોપ લગાવ્યો છે કે, તેના ઘર બહાર 200 થી વધુ પોલીસકર્મીઓ તૈનાત છે અને 59 લોકોને નજર કેદ કરાયા છે.

મહત્વનું છે કે પાટીદારોની અનામતની માંગ અને ખેડૂતોની સમસ્યાને લઇને હાર્દિક પટેલે 25 ઓગષ્ટથી આમરણાંત ઉપવાસ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ માટે તેમણે અમદાવાદના નિકોલમાં શુકન ચાર રસ્તા પાસે આવેલા પ્લોટની મંજૂરી લીધી હતી. પરંતુ હાર્દિકની માંગણી બાદ આ પ્લોટને પાર્કિંગમાં ફેરવવામાં આવ્યો હતો.

આ સિવાય અન્ય ચાર મેદાનને પણ પાર્કિંગ પ્લોટમાં ફેરવવામાં આવ્યા છે.આથી હાર્દિક પટેલ હવે સરકારના આ નિર્ણયના વિરોધમાં એક દિવસનો પ્રતિક ઉપવાસ કરશે.હાર્દિક પટેલે સરકાર પર આક્ષેપ કર્યો હતો કે તેમણે આમરણાંત ઉપવાસ માટે પ્લોટની મંજૂરી માંગી તે પછી તાત્કાલિક સરકારે આ પ્લોટને પાર્કિંગમાં ફેરવી દેવાયો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter