મોરબી: શિવ મંદિરમાં ખોદકામ મામલો, ગુપ્ત ખજાનાની લાલચમાં આ કાર્ય કર્યુ હોવાની ચર્ચા

એક રાજશાહી વખતનું ગામ અને ગામમાં આવેલા મંદિરમાં ખજાનો આ વાક્યો ભલે કોઈ લોક કથામાં આપે સાંભળ્યા હોય. પદ્મનાભ મંદિરમાં આ વાક્યો સાચા પણ પડ્યા હોય. પરંતુ આ પ્રકારની લોકવાયકાનો ભોગ મોરબીનું જુના સાદુળકા ગામ બની રહ્યુ છે. કારણ કે, ફરી એક વખત આ ગામના મંદિરના ગર્ભ ગૃહમાં અજાણ્યા શખ્સો ખોદકામ કરીને ચાલ્યા ગયા છે.

મોરબી નજીક આવેલા જુના સાદુળકા ગામમાં રાત્રીના સમયે અજાણ્યાએ શિવ મંદિરના ગર્ભગૃહમાં ખોદકામ કર્યુ હતુ. જેને લઈને ખળભળાટ મચી ગયો છે.  ગુપ્ત ખજાનાની લાલચમાં આ મંદિરના ગર્ભગૃહમાં ખોદકામ  થયુ હોવાનું મનાય છે. મોરબીનું જુના સાદુળકા ગામ વર્ષો જુના ટીમ્બા પર વસેલું છે અને અહીં બેશુમાર ખજાનો દટાયેલો પડ્યો હોવાની લોક વાયકા છે. અને તેમાં પણ ગામના શિવ મંદિર નીચે ખજાનો છુપાયો હોવાની લોકવાયકા છે. અને આ લોકવાયકા વચ્ચે ગત રાતે અજાણ્યા શખ્સોએ શિવમંદિરનું ગર્ભ ગૃહ ખોદી નાખ્યું હતું.

બે વર્ષ અગાઉ પણ મંદિર સુધી અજાણ્યા શખ્સોએ ખોદકામ કર્યુ હતું. ગુપ્ત ખજાના પર વસેલા મોરબીના જુના સાદુળકા ગામમાં ખજાનાની લોક વાયકા ગ્રામજનોને ભારે પડી રહી છે. ખજાનાની લ્હાયમાં અનેક લોકોના મકાનના પાયા કોઈ અજાણ્યા માણસો રાતો રાત ખોદી જતા હોવાની ઘટનાઓ બની હોવાનુ ગ્રામજનો કહેતા જોવા મળ્યા.

શિવમંદિરમાં ખોદકામને લઈને મંદિરના ગર્ભગૃહમાં ઉભુ રહેવાનુ પણ સ્થાન નથી. શિવલિંગની પૂજા પણ કરી શકાય તેવી સ્થિતિ નથી. ત્યારે આ પ્રકારની ઘટનાને લઈને ગ્રામજનોમાં નારાજગી છે. તો સાથે ખજાનાને લઈને કુતુહલ પણ જોવા મળી રહ્યું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter