Viral Video: IG સાહેબે ઉમંગમાં આવી પોલીસ કર્મીઓ સાથે કર્યો ડાન્સ

પોલીસ વર્દીમાં અસામાજિક તત્વો અને ગુનેગારોને ફટકારતા હોય તેવા વાયરલ વીડિયો તો તમે બહુ જોયા હશે. પરંતુ વર્દી પહેરી જાંબાઝ પોલીસ અધિકારીઓને નાચતા ખૂબ જ ઓછા જોયા હશે. ખાસ કરીને આઈજી કક્ષાના મોટા અધિકારીઓ ડાન્સ કરી રહ્યા હોય. સોશિયલ મીડિયા પર એક વીડિયોને યુઝર્સ ખૂબ જ પસંદ કરી રહ્યાં છે, જેમાં 15 ઓગષ્ટે એટલેકે સ્વતંત્રતાના પર્વ પર આઈજી સાહેબ અધિકારો સાથે ડાન્સ કરી રહ્યાં છે.

આ આનંદીત ઘટના ઉત્તર પ્રદેશના મુરાદાબાદ સ્થિત સિવિલ લાઈન્સની છે. આઈજી સાહેબ વિનોદ કુમાર ધ્વજા રોહણ માટે પહોંચ્યા હતાં. ઝંડો ફરકાવ્યા બાદ દેશભક્તિના ગીતો વગાડ્યા. આ દરમ્યાન આઈજી સાહેબ ‘વીર જારા’ ફિલ્મના ગીત ‘એસા દેશ હૈ મેરા’ ગીત પર મગ્ન થઈ ડાન્સ કરવા લાગ્યા હતાં.

રસપ્રદ વાત એ છે કે ગીત વાગતુ હતુ તે દરમ્યાન તેમણે ત્યાં ઉપસ્થિત ઈન્સ્પેક્ટરથી લઈને પોલીસ કર્મીઓને પણ ડાન્સ કરાવ્યો હતો. ઉત્તર પ્રદેશમાં આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસ વિભાગથી લઈને સામાન્ય જનતામાં આ વીડિયો ખૂબ જ લોકપ્રિય અને ચર્ચાઈ રહ્યો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter