સાવધાન! જો તમારા બૅંક અકાઉન્ટમાં છે આટલા પૈસા તો થઈ શકે છે પૂછપરછ

બૅંક ખાતાઓમાં પૈસા રાખવાને લઈને વધુ મુશ્કેલીઓ વધી શકે છે. જો તમારા ખાતામાં આટલી રકમ પણ હશે તો તમારી પૂછપરછ થઈ શકે છે.

ખાતામાં પૈસા રાખવાને લઈને નિયમો વધુ કડક બની ગયા છે. ન માત્ર ખાતામાં પૈસા રાખવાને લઈને પરંતુ ખર્ચ કરવા પર પણ તમારે બૅંકને જવાબ આપવો પડશે. જાણો શું થયા છે બદલાવ.

સરકાર તરફથી બૅંક ટ્રાન્ઝેક્શનને લઈને નિયમો પર જો ખાતાધારકે ધ્યાન ન આપ્યું તો તેમની મહેનતની કમાઈ બરબાદ થઈ શકે છે.

બ્લૅક મની કંટ્રોલ કરવા માટે હવે આ નિયમો હેઠળ ઇન્કમટૅક્સ તમારા તમામ ટ્રાન્ઝેક્શન પર નજર રાખી રહ્યું છે. જેના બાદ તમારે ઇન્કમટૅક્સ રિટર્ન ફાઈન કરતી વખતે સાવધાની રાખવી પડશે.

બૅંકમાં જો એક નાણાંકીય વર્ષમાં એક અથવા તેનાથી વધુ અકાઉન્ટમાં 10 લાખ કે તેનાથી વધુ રૂપિયા કૅશ જમા કરાવો છો તો તમારે આ વાતની જાણકારી બૅંક ઇન્કમટૅક્સ વિભાગને આપશે. જેના પર ઇન્કમટૅક્સ વિભાગ તમારી પૂછપરછ કરી શકે છે. જો એક નાણાંકીય વર્ષમાં 10 લાખ રૂપિયા અથવા તેનાથી વધુની ફિક્સ્ડ ડિપોઝિટ કરાઈ છે તો પણ બૅંક તેની જાણકારી આવકવેરા વિભાગને આપશે.

બૅંકે 1 લાખ રૂપિયાથી વધુ કે ક્રેડિટ કાર્ડ બિલ પૅમેન્ટની જાણકારી પણ ઇન્કમટૅક્સ વિભાગને આપવી પડશે. આ ઉપરાંત એક નાણાંકીય વર્ષમાં લાખ રૂપિયા કે તેનાથી વધુનું ક્રેડિટ કાર્ડ ડ્યુ સૅટલ કરવા માટે કોઈ પણ મોડ ચૅક, ઑનલાઈન કે કૅશથી કરાયેલા પૅમેન્ટની પણ જાણકારી ઈન્કમટૅક્સ વિભાગને આપવી પડશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter