મોહમ્મદ શમી-પત્ની હસીન જહાં કેસમાં હવે કૂધ્યા વિદેશી કોચ, કર્યો મોટો ખુલાસો

IPL 2018માં શુક્રવારે સાંજે યજમાન દિલ્હી ડેયરડેવિલ્સ અને કોલકત્તા નાઈટરાઈડર્સ આમને-સામને હશે. 6 મેચોમાંથી સરેરાશ 1 જીત અને 5 હારની સાથે દિલ્હી ડેયરડેવિલ્સ અંકપત્રકમાં સૌથી છેલ્લા ક્રમાંકે છે. એવામાં કેકેઆરના મુશ્કેલીભર્યા પડકારને નિપટવા માટે દિલ્હી ડેયરડેવિલ્સના મહત્વના ખેલાડીઓએ જવાબદારી લેવી પડશે. પરંતુ આવું કંઈ પણ નજર આવી રહ્યું નથી. કારણકે આ ટીમ સાથે કંઈ પણ સારું થઇ રહ્યું નથી.

સતત હારનો સામનો કર્યા બાદ ગૌત્તમ ગંભીરે કેપ્ટન પદ છોડી દીધું. બીજી તરફ હસીન જહાં સાથે ચાલી રહેલા વિવાદો કારણે ઝડપી બોલર મોહમ્મદ શમી પણ પોતાનું ધ્યાન કેન્દ્રીત કરી શકતા નથી. કદાચ આ વાત પૂર્વ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર અને ટીમના બોલિંગ કોચ જેમ્સ હોપ્સ જાણી ચૂક્યા છે. હોપ્સે ઈશારો-ઈશારોમાં સ્પષ્ટ કરી નાખ્યું કે પોતાની પત્ની સાથે ચાલી રહેલા વિવાદોને કારણે શમી પરેશાન છે. જેને કારણે તેમની રમતમાં ઘણો પ્રભાવ પડ્યો છે.

CRICKET.GSTV.IN

હોપ્સે શમી અંગે કહ્યું, મને લાગે છે કે તેઓ અંગત સમસ્યાઓ સાથે ઝઝૂમી રહ્યાં છે. તેથી તેઓ પોતાની રમત પર ધ્યાન આપી શકતા નથી. તમારો પ્રયત્ન હોય છે કે ક્રિકેટ મેદાનની બહાર જે વિવાદ ચાલી રહ્યો છે તેને પહેલા ખત્મ કરો. આવું કરવામાં શમીને થોડો સમય લાગી શકે છે. તેમણે કહ્યું, તેના માટે આ સત્ર સમાપ્ત થયું નથી અને અમે આ વાત સહેલાઈથી જાણીએ છીએ.

સ્મરણ રહે કે પત્ની હસીન જહાંએ શમી પર ઘરેલૂ હિંસા, બેવફાઈના આરોપ લગાવ્યા છે તો તેમના મોટા ભાઈ સામે દુષ્કર્મનો કેસ નોંધાવ્યો છે. ત્યારબાદ કેકેઆર સામે રમાયેલી મેચ બાદ કોલકત્તા પોલીસ શમીને પૂછપરછ માટે બોલાવી ચૂકી છે. પત્ની સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે આઈપીએલ પહેલા શમીનો અકસ્માત થઇ ગયો. તેના માથામાં ઈજા થઇ. જેને કારણે શમીને આઈપીએલ પહેલા પ્રેક્ટિસ કરવાની તક મળી નથી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter