આખરે આવતી કાલે દેશભરમાં રિલિઝ થશે ‘મોદી કાકા કા ગાંવ’

 પ્રધાનમંત્રી મોદીના વિકાસ એજન્ડા સાથે સંકળાયેલી આ ફિલ્મને 11 મહિના બાદ સેન્સર બોર્ડ પોતાની મંજૂરી આપી દીધી છે.  ફિલ્મ ‘મોદી કાકા કા ગાંવ’ આવતી કાલે રીલીઝ થવાની છે. આ ફિલ્મ દેશભરમાં રિલિઝ થવા જઇ રહી છે. આ ફિલ્મનું નામ ‘મોદી કા ગાંવ’ હતું, જેને બદલીને આ ફિલ્મનું નામ ‘મોદી કાકા કા ગાંવ’ કરી દેવામાં આવ્યું છે.

ફિલ્મના નિર્માતા સુરેશ કે ઝાએ જણાવ્ચું કે આ ફિલ્મ મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તરપ્રદેશ, દિલ્હી, પૂર્વીય પંજાબ અને ઉત્તરાખંડમાં રિલિઝ થવા જઇ રહી છે. દેશભરમાં આ ફિલ્મ કુલ 600 જેટલી સ્ક્રીન પર રિલિઝ થશે.

કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન  બોર્ડ સીબીએફસીએ  ફિલ્મ નિર્માતા સુરેશ ,કે ઝાને જાણ કરી હતી કે તેઓ ફિલ્મને પ્રદર્શિત કરી શકે છે. આ  સમાચારથી ખુશથયેલા ઝાએ જણાવ્યું હતું કે અમારા માટે આ મોટી જીત છે.  ફિલ્મ પ્રમાણન અપીલિયન અધિકરણએ સીબીએફસી તરફથી ઉઠાવવામાં આવેલા આપત્તિજનક બાબતો તરફ ધ્યાન દોર્યું હતું અને અમે લોકો હવે ડિસેમ્બરના મધ્ય સુધી આ ફિલ્મ રજૂ કરી શકીશું.ફિલ્મ નિર્માતાએ પીએમઓને આ મુદ્દે પત્ર લખ્યો હતો.  પરંતુ ત્યાંથી કોઈ જવાબ નહોતો મળ્યો ત્યાર બાદ નિર્માતાએ  એફસીએટીનો દરવાજો ખખડાવ્યો હતો.  હવે ફિલ્મ મોદી કા ગાંવને  લીલી ઝંડી બતાવી દેવામાં આવી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter