આજકાલ વોટ માંગનારાઓ બાબા સાહેબ કરતા બાબા ભોલેને યાદ કરે છે : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજધાની દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય આંબડેકર કેન્દ્રનું લોકાર્પણ કર્યું છે. આ પ્રસંગે તેઓએ બાબા સાહેબ આંબડેકરની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું હતું.

આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ બાબા સાહેબે કરેલા કામને યાદ કરવાની સાથે બાબા સાહેબ આંબેડકરના જન્મસ્થળથી માંડીને વિદેશમાં તેમના રોકાણ,મુંબઈમાં તેમના રોકાણ સહિતના પાંચ સ્થળોને વિકસાવવવાની વાત કહી હતી. અને આ પંચતીર્થ બાબા સાહેબ માટે શ્રદ્ધાંજલિ હોવાનું પણ મોદીએ કહ્યું હતું.

પીએમ મોદીએ આ પ્રસંગે રાહુલ ગાંધીની સોમનાથ મંદિરની મુલાકાત પર કટાક્ષ કર્યો હતો અને બાબા સાહેબના નામે વોટ માંગનારાઓને આજકાલ બાબા સાહેબ કરતા બાબા ભોલે વધુ યાદ આવે છે તેમ પણ કહ્યું હતું.

પીએમ મોદીએ ન્યૂ ઈન્ડિયાને જાતિના બંધનથી દુર કરવાની વાત કરુ છે, ત્યારે યુવાધન પર પૂરતો વિશ્વાસ હોય છે તેમ કહ્યું. મોદીએ કોણ જાતિવાદનો મુદ્દો ઉઠાવી રહ્યા છે તે સૌ કોઈ જાણે છે તેમ પણ કહ્યું.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter