સરકારની આ યોજનાથી 50 કરોડ ભારતીયોને મળશે જબરદસ્ત ફાયદો

મોદી સરકર દેશના લગભગ 50 કરોડ દેશવાસીઓને સામજિક સુરક્ષાની રેખામાં લાવવાની તૈયારી કરી રહ્યા છે, આ માટે સરકારે શ્રમ મંત્રાલયને આ પ્રસ્તાવ માટે મંજુરી પણ આપી દીધી છે. આ યોજના પર લગભગ 2 લાખ  કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

આ સામાજિક સુરક્ષા યોજનામાં ફેકટરીના કર્મચારીઓ સિવાઈ ખેડૂતોના પણ સમાવેશ કરવામાં આવશે. પ્રધાન મંત્રી કાર્યાલયની મંજુરી બાદ વિત મંત્રાલય અને શ્રમ મંત્રાલય આ ડીટેલસ તૈયાર કરશે.  આ પ્રસ્તાવના લાગુ થયા બાદ 40 ટકા ઓછી આવક વર્ગ ધાવતા લોકોને ફાયદો થશે.

આ પ્રસ્તાવના અનુસાર 60 ટકા જનતાજે નીચા આવક વર્ગથી ઉપર છે. તેમણે તેના ખીસ્સામથી  પૂરેપૂરી અથવા થોડી રકમ આપવાની રહેશે.. હાલ 50 કરોડ લોકો ખેતીથી જોડાયેલા છે.

સૂત્રોના આધારે સોશિયલ સિક્યુરિટી કવરનો લાભ ત્રણ તબક્કામાં મળશે પ્રથમ તબક્કામાં ગરીબોને આવરી લેવામાં આવશે ત્યારપછીના તબક્કે  નીચલા  અને મધ્યમ વર્ગના લોકોને 10 વર્ષની અંદર સમાવેશ કરવામાં આવશે. આ યોજના હેઠળ  રિટાયરમેન્ટ, આરોગ્ય, વૃદ્ધાવસ્થા, દિવ્યતા, બિનજરૂરી અને ગર્ભાવસ્થાનું કવચ પણ આપવામાં આવશે.

ઓબામા કેયરના રૂપમાં મોદી સરકારે પોતાની છેલ્લી કાલીક બજેટમાં આયુષ્માન ભારત નામની ફ્લેગશિપ યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. જે મોદી કેયર પણ ખી શકાય. નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ હેઠળ ભારતના 10 કરોડ પરિવારને 5 લાખ રૂપિયા સુધી વીમો ઉપલબ્ધ કરાશે.

આ યોજના અંગે ચર્ચા કરતા નીતિ આયોગે કહ્યું હતું કે, આ માટે દર વર્ષે 12 હજાર કરોડનો ખર્ચ થશે. જે અંતર્ગત 50 કરોડ લોકોની સલામતી નક્કી કરવામાં આવશે.

નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કિમ (એનએચપીએસ) હેઠળ સરકાર દ્વારા લોકો માટે આધાર કે ઓળખપત્ર વિના જ યોજનાનો લાભ આપશે.  મોદીકાયરનો લાભ મેળવવા માટે લાભકર્તા પાસે ફક્ત રેશન કાર્ડ જ માન્ય ગણાશે.

તેના સિવાઈ વોટર કાર્ડ,ડ્રાઈવિંગ લાઇસન્સ, રેશન કાર્ડ અથવા દરકાર માનિત આઈ કાર્ડ દ્વારા પરિવારના લાભાર્થીઓ માટે અનુમતી આપશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter