OMG ! બદલાઇ જશે તમારો મોબાઇલ નંબર, 1 જુલાઇથી 13 આંકડા સાથે આવશે નવો નંબર

તમારો મોબાઇલ નંબર ટૂંક સમયમાં બદલાઇ જશે. સરકાર તેની તૈયારી કરી રહી છે. હમે મોબાઇલ નેંબર 10 નહી પરંતુ 13 આંકડા સાથે મોબાઇલ નંબર આવશે. 1 જુલાઇ 2018 બાદ નવો નંબર લેશો તો તમને 13 આંકડા ધરાવતો મોબાઇલ નંબર મળશે. કેન્દ્રીય સંચાર મંત્રાલયે તમામ રોજ્યોને આ અંગેના આદેશ આપ્યાં છે. બીએસએનએલે આ માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યા અનુસાર તાજેતરમાં દિલ્હી ખાતે આયોજિત એક બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દસ આંકડાઓના સિરિઝ બંધ કરવા પાછળ શું છે કારણ
સૂત્રોએ જણાવ્યા અનુસાર બેઠકમાં કહેવામાં આવ્યું કે 10 આંકડાના લેવલમાં હવે નવા મોબાઇલ નંબરોની કોઇ શક્યતા રહી નથી. આ જ કારણે 10થી વધુ આંકડાઓની સિરિઝ શરૂ કરવામાં આવે અને પછીથી તમામ મોબાઇલ નંબરોને 13 આંકડાના કરી દેવામાં આવે.

સિસ્ટમ અપડેટ કરવાનું કહેવામાં આવ્યું
મોબાઇલ નંબરની નવી સિરિઝ આવતાં તમામ સેવા આપતી કંપનીઓએ પોતાનું સિસ્ટમ અપડેટ કરવાની રહેશે. આ અંગે તમામ સર્કલની દૂરસંચાર સેવા પૂરી પાડતી કંપનીઓને આદેશ આપી દેવામાં આવ્યાં છે. બીએસએનએલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ડિસેમ્બર 2018 સુધી જૂના નંબર પણ આ પ્રક્રિયા હેઠળ અપડેટ કરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યા અનુસાર વર્તમાનમાં ચાલુ 10 અંકના મોબાઇલ નંબરોને ઓક્ટોબરથી 13 અંક અનુસાર અપડેટ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ કામ 31 ડિસેમ્બર સુધીમાં પૂરી કરવામાં આવશે. જો કે હજુ સુધી તે નક્કી કરવામાં વ્યું નથી કે વર્તમાનમાં ચાલુ 10 અંકના મોબાઇલ નંબરોમાં ફેરફાર કેવી રીતે કરવામાં આવશે. નંબરમાં 3 ડિજિટ આગળ જોડવામાં આવશે કે પાછળ તે હજુ સુધી નિશ્વિત નથી.

સૂત્રોએ જણાવ્યું કે આ અંગે મોબાઇલ હેન્ડસેટ બનાવતી કંપનીઓને પણ આદેશ આપી દેવામાં આવ્યાં છે કે તે પોતના સોફ્ટવેરને પણ 13 અંકના મોબાઇલ નંબર અનુસાર અપડેટ કરે, જેથી યુઝર્સને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter