Mission Impossible – Fallout trailer :  ટોમ ક્રુઝની એક્શન જોઇ બોલી ઉઠશો OMG!

ટાઇગર જિંદા હે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. અને આ ફિલ્મનું ટાઇટલ મ્યૂઝિક હોલીવુડ ‘ફિલ્મ મિશન ઇમ્પોસિબલ’ થી પ્રેરિત બતાવામાં આવી રહ્યું છે. ‘મિશન ઇમ્પોસિબલ’ સિરીઝની છઠ્ઠી ફિલ્મ ‘મિશન ઇમ્પોસિબલ : ફોલઆઉટ’ નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે.

આ ટ્રેલરમાં ટોમ ક્રુઝનો અંદાજ જોઇને કહી ન શકાય કે ટોમ ક્રુઝ 55 વર્ષનો થઇ ચુક્યો છે. ફિલ્મમાં તે ફરીથી મિશન પર જાય છે. અને કારથી લઇને બાઇક અને પહાડો પર આશ્ચર્યજનક એક્શન કરે છે. એવા એક્શન જેને જોઇને આંખો પહોળી થઇ જાય.

ઇથન (ટોમ ક્રુઝ) ની રાહ આ વખતે પણ સરળ નથી રહેવાની કેમકે આ વખતે પણ મિશન પર નીકળ્યો છે. ફિલ્મનું ડાઇરેક્શન ક્રિસ્ટોફર મૈકાયરે કર્યું છે. ટોમ ક્રુઝ પોતાની ટીમ સાથે દુશ્મનોને ઢેર કરતો જોવા મળશે.

‘મિશન ઇમ્પોસિબલ : ફોલ આઉટ’ 27 જુલાઇ 2018 રિલીઝ થશે. આ સિરીઝની આ પહેલી ફિલ્મ હશે જે રિયલ ડી 3ડીમાં શૂટ થઇ હશે. આ ફિલ્મમાં ટોમ ક્રુઝ સિવાય હેનરી કેવિલ, સાઇમન પેગ, રેબેક ફર્ગ્યૂસન, વિંગ રેમ્સ, શોન હેરિસ, એંજેલા બેસેટ, વેનેસા કિર્બી, મિશેલ મોનાહન, અલેક બાલ્ડવિન, બેસ બેન્ટલે અને ફ્રેજરિક શિમિટ નજરે પડશે. મિશન ઇમ્પોસિબલ સિરીઝને ભારતમાં ખુબજ પસંદ કરવામાં આવે છે. આ સિરીઝમાં અનિલ કપુર પણ કામ કરી ચુક્યા છે.

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter