મિયાં ખલિફાએ WWEને ગણાવ્યું શરમજનક પ્રોફેશન

પૂર્વ પાર્નસ્ટાર મિયાં ખલિફા પોતાના નિવેદનના કારણે ચર્ચામાં આવી છે. તેણે પ્રોફેશનલ રેસલિંગ WWEને શરમજનક ગણાવ્યું છે. તેના આ નિવેદનના કારણે તેની ઘણી આલોચના થઇ રહી છે.

તેવામાં પૂર્વ WWE રેસલર હરિકેન હેલ્મે મિયાના આ નિવેદનનો સણસણતો જવાબ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે હાલ મિયાં એક યુટ્યુબ ચેનલ હોસ્ટ કરી રહી છે. યુટ્યુબ શો આઉટ ઓફ બોઉન્ડમાં યૂએફસી ફાઇટર રોન્ડા રોસીના WWEમાં જવા અંગે મિયાં નારાજ હતી, તેથી તેણે આ સ્પોર્ટ્સને શરમજનક ગણાવ્યું હતું.

પોતાના શોમાં બોલતાં મિયાંએ કહ્યું કે WWEમાં રોન્ડા રોસીનું કેરિયર પુરુ થવાનું છે. તેથી આ સ્પોર્ટ્સને લઇને તેના મનમાં કોઇ માન નથી. સાથે જ મિયાંએ તે પણ કહ્યું હતું કે WWE અસલી સ્પોર્ટ્સ નથી પરંતુ એક શરમજનક રમત છે.

જ્યારે મિયાં આ વાત કરી રહી હતી તો તેના કો-હોસ્ટ જિલબર્ટ અરેનાસે મિયાં કરતાં વિરુદ્ધ નિવેદન આપતાં કહ્યું કે રોસિના ફિલ્ડ બદલવાથી તેના કરિયરમાં ઘણો લાભ થશે.

પોતાના કો-હોસ્ટની વાત સાંભળીને મિયાંએ કહ્યું કે આ ખૂબ જ શરમજનક છે, આ રમત એક અસલી ફાઇટ માંથી નિકળીને યૂનિટાઇડ (ડ્રેસ) પહેરીને એક નકલી ફાઇટન હિસ્સો બનવું છે.

મિયાંના આ નિવેદનની સોશિયલ મીડિયા પર ખૂબ જ નિંદા થઇ છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter