Xiaomi Miના સસ્તા TV 4Aનું આજે ભારતમાં પ્રથમ વખત વેચાણ

Xiaomi Redmiએ ગયા અઠવાડિયે પોતાના સસ્તા ટીવી ભારતમાં લોન્ચ કર્યા છે. આ ટીવીને લોન્ચ કર્યા બાદ કંપનીએ ટીવીને તાત્કાલિક વેચાણ માટે ઉપલબ્ધ કર્યા નહોતા. આ ટીવી કંપનીના 4A સીરીઝના ટીવી છે. જેમાં એક ટીવી 32 ઈંચ અને એક ટીવી 43 ઈંચનું છે. આ બંને ટીવી આજે પ્રથમ વખત ભારતમાં સેલ કરાશે. આ બંને ટીવીની ઑનલાઈન અને ઑફલાઈન દ્વારા ખરીદી કરી શકાય છે. આ ટીવીને ઑનલાઈન www.flipkart.com અને www.mi.com પર વેચાણ કરવામાં આવશે. તો ઑફલાઈન આ ટીવી Mi પર વેચાણ કરાશે. જેનું વેચાણ આજે 13 માર્ચે 12 વાગ્યાથી શરૂ થઇ ચૂક્યું છે. 42 ઈંચવાળા Mi TVની કિંમત 22,999 રૂપિયા છે. જ્યારે 32 ઈંચવાળા Mi TVની કિંમત 22,999 રૂપિયા રાખવામાં આવી છે.

અહીં જણાવવાનું કે આ બંને ટીવીની સાથે રિલાયન્સ જીયો તરફથી 2200 રૂપિયાનું કેશબેક આપવામાં આવ્યું છે. આ બંનેમાંથી કોઇ પણ ટીવી ખરીદ્યા બાદ જીયો ફાઇ લેતાં 50-50 રૂપિયાના 44 વાઉચર આપવામાં આવશે. આ સિવાય એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર 5 ટકા (મહત્તમ 200 રૂપિયા)નું ડિસ્કાઉન્ટ અલગથી આપવામાં આવ્યું છે. આ ટીવી પર 1 વર્ષની વોરંટી પણ અપાઇ રહીં છે. આ સિવાય કંપની આ ટીવીના પેનલની એક વર્ષ અને વોરંટી અલગથી ફ્રી આપી રહ્યું છે. એટલેકે ટીવીની પેનલ પર 2 વર્ષની વોરંટી અપાઇ રહીં છે.

Xiaomi 32 ઈંચ Mi TV 4A ફીચર્સ: 32 ઈંચમાં મૉડલમાં HD ડિસ્પલે અપાઇ છે. જેમાં એમલૉજીક 962-એસએક્સ ચિપસેટની સાથે માલી 450 એમપી 3 જીપીયુ આપવામાં આવ્યું છે. જેમાં 1GBની રેમ પણ છે. જેની ઈન્ટરનલ મેમરી 4 GBની છે. Mi TV 4Aની કનેક્ટિવિટી ફીચરમાં વાઈ-ફાઈ 802.11 બી/જી/એન, બે એચડીએમઆઈ પોર્ટ, યુએસબી 2.0 પોર્ટ, એક ઈથરનેટ પોર્ટ, એક S/PDIF ઓડિયો પોર્ટ અને એક એન્ટિના પોર્ટ પણ આપવામાં આવ્યું છે. આ ટીવીમાં 5 વૉટના સ્પીકર પણ આપવામાં આવ્યા છે.

Xiaomi 43 ઈંચ Mi TV 4A ફીચર્સ: 43 ઈંચના આ ટીવીમાં ફુલ HD ડિસ્પલે આપવામાં આવી છે. આ ટીવીમાં એમલૉજીક ટી962 પ્રોસેસરની સાથે માલી 450 એમપી5 જીપીયુ આપવામાં આવ્યું છે. સ્માર્ટ ટીવીમાં 1 GBની રેમ પણ આપવામાં આવી છે. તો તેમાં 8GBની ઈન્ટરનલ મેમરી પણ ઈન્કલુડ કરાઇ છે. 43 ઈંચના Xiaomi Mi એલઈડી સ્માર્ટ ટીવી 4A કનેક્ટિવિટી ફીચરમાં વાઈ-ફાઈ, ત્રણ એચડીએમઆઈ પોર્ટ, બે યુએસબી 2.0 પોર્ટ, એક ઈથરનેટ પોર્ટ, એક એવી કંપોનેટ પોર્ટ, એક એસ/પીડીઆઈએફ ઓડિયો પોર્ટ, એક એન્ટિના પોર્ટ અને 3.5 એમએમ હેડફોન જેક પોર્ટ છે. શિયોમીના 43 ઈંચના ટીવીમાં ડૉલ્બી ઓડિયો અને ડીટીએસ-એચડી પણ આપવામાં આવ્યા છે. ઓડિયોને ભારત માટે ઓપ્ટિમાઇજ કરવામાં આવ્યું છે. આ વૉઈસ કંટ્રોલ ફીચરથી સજ્જ છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter