GSTV
Home » News » WhatsApp ટૂંક સમયમાં લોન્ચ કરશે ‘ડિલીટ ફૉર એવરીવન’ ફિચર

WhatsApp ટૂંક સમયમાં લોન્ચ કરશે ‘ડિલીટ ફૉર એવરીવન’ ફિચર

જે ફિચરનો યૂઝર્સ આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા, તે ફિચર WhatsApp લઇને આવી રહ્યુ છે. સમાચાર છે, કે WhatsApp ટૂંક સયમાં એન્ડ્રોઇડ અને iOS પર રિકૉલ બટન લઇને આવી રહ્યુ છે. જેનું નામ ‘ડિલીટ ફૉર એવરીવન’ હશે.

WhatsApp બીટા ઈન્ફો નામની વેબસાઈટની રિપોર્ટ્સ પ્રમાણે WhatsApp આ ફિચર ટેસ્ટ કરી રહ્યું છે. આ સાઈટે ટ્વીટર પર પોસ્ટ કર્યું છે કે, ”WhatsAppએ આખરે Delete for Everyone ફીચરની ટેસ્ટિંગ કરી રહ્યું છે.સર્વર ફાઈનલી કામ કરી રહ્યું છે અને સફળતાપૂર્વક મોકલાયેલા મેસેજને રિકૉલ કરી રહ્યું છે. આ ફીચર ટૂંક સમયમાં જ ઈનેબલ કરી દેવાશે.’

એક રિપોર્ટ અનુસાર, ”આ બટન આવ્યા પછી યૂઝર્સ મેસેજ, ફોટો, વીડિયો, ઑડિયો, GIF અને ડૉક્યુમેન્ટ ફાઇલ્સ રિસીવર સુધી પહોંચ્યા પહેલા ડિલીટ કરી શકાશે. પરંતુ તે માટે ધ્યાન રાખવાનું રહેશે કે, મેસેજ મોકલ્યાની 5 મિનિટની અંદર જ તેને ડિલીટ કરવામાં આવે. આ ફિચર એન્ડ્રોઇડ અને iOS યૂઝર્સ માટે હશે.”

આ જ વેબસાઇટ દ્વારા પહેલા ટ્વીટ કરવામાં આવ્યુ તે અનુસાર, બીટા વર્ઝનમાં WhatsAppમાં સેન્ટ મેસેજને એડિટ કરનાર ફિચર પણ ટેસ્ટ કરવામાં આવશે. પરંતુ બાદમાં તેને બંધ કરી દેવાયું જેની પર ફરીવાર કામ કરાઈ રહ્યું છે.

WhatsApp એક ફેમસ ચેટિંગ એપ છે જેને એક દિવસમાં દુનિયાભરમાં 120 કરોડથી વધારે લોકો ઉપયોગ કરે છે. આ ચેટિંગ એપ સમય-સમય પર અપડેટ કરતી રહે છે. થોડા સમય પહેલા WhatsApp બિઝનેસ ફિચર લોન્ચ કર્યુ જેની મદદથી કંપની યૂઝર્સની સાથે અને યૂઝર કંપનીઓના સંપર્કમાં રહે. જોકે કંપનીનો દાવો છે કે, કંપનીઓ યૂઝર્સની સ્પેસમાં ઇન્વોલ્વ નહી થાય અને જે સર્વિસનો ઉપયોગ ન કરવા ઇચ્છે તેને બ્લોક કરી શકે છે.

Related posts

પ્રાંતિજમાં નગરપાલિકાની ઘોર બેદરકારી, સામાન્ય વરસાદમાં કેડસમા પાણી ભરાતા જનજીવન મુશ્કેલીમાં

Mansi Patel

વિશ્વના આ બન્ને દેશો બતાવશે ભારતની સત્તાવાર આ ચેનલ

Path Shah

બોટાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખના ઘરેથી મળી આવ્યો 80 લીટર દેશી દારૂના જથ્થો અને….

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!