મહિલાને બિભત્સ મેસેજ લખનાર શખ્સની સાઈબર ક્રાઈમ દ્વારા ધરપકડ

ફેસબુક પર મહિલાના ફોટા અપડેટ કરી અને બિભત્સ મેસેજો લખીને સોશ્યલ મીડીયામાં ફોટોઝ વાયરલ કર્યા હોવાની સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ હતી. જેની તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ દ્વારા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. શખ્સનું નામ મહેશ પરમાર હોવાનું સામે આવ્યું છે.

પોલીસના જાપ્તામાં ઉભેલો આ શખ્સ છે મહેશ પરમાર. મહેશ પરમારે તેના લાભ માટે એક યુવતીને બદનામ કરી નાખી. યુવતીને બદનામ કરવા માટે મહેશ પરમારે પોતાના જ નામનું ફેસબુક એકાઉન્ટ બનાવ્યું અને યુવતીના ફોટા પર બિભત્સ લખાણ લખીને સોશ્યલ મિડીયામાં વાઇરલ કરી નાંખ્યા.

ભોગ બનનાર યુવતી અને આરોપી મહેશ પરમાર અગાઉથી જ એક બીજાને જાણતા હતા.પરંતુ યુવતીના લગ્ન બીજે નક્કી થતાં મહેશ પરમાર રોષે ભરાઇ ગયો. રોષે ભરાયેલા મહેશ પરમારે બદલો લેવા માટે આ યુવતીની સોશ્યલ મિડીયામાં ખોટી રીતે હેરાન-પરેશાન કરી હોવાની કેફિયત પોલીસ સમક્ષ વર્ણવી હતી.

ઉલ્લેખનીય છે કે યુવતીએ ત્રણેક દિવસ પહેલાજ આ પ્રકારની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાવી હતી.જે આધારે સાયબર ક્રાઇમે જરૂરી પુરાવા એકત્રિત કરીને આ આરોપી મહેશ પરમાર સુધી પહોંચી ગઇ હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter