VIRAL VIDEO : મહેસાણામાં પોલીસ અને બાઈકચાલક વચ્ચે બબાલ, પોલીસે યુવકને ફટકાર્યો

મહેસાણાના ઉંઝા હાઇવે પર સ્થાનિક પોલીસ અને બાઇક ચાલક વચ્ચે માથાકૂટ થઇ. બાઇક ચાલકને દંડ ફટકારતા સમગ્ર મામલો પોલીસ મથક પહોંચ્યો હતો. જેમાં બાઇક ચાલકને પોલીસે માર માર્યો હતો. પોલીસ જ્યારે બાઇક ચાલકને મારી રહી હતી તે સમયે વીડિયો ઉતારીને લોકોએ વાયરલ કર્યો હતો. હાલમાં પોલીસે બાઇક ચાલકની અટકાયત કરી છે.

જો કે આ પહેલી ઘટના નથી કે પોલીસ અને સામાન્ય પ્રજા વચ્ચે ઘર્ષણ થયું હોય. ગત મહિને પણ પોરબંદરમાં પોલીસ કોન્સ્ટેબલ અને એક યુવક વચ્ચે ઝપાઝપી થઈ હોવાની ઘટના સામે આવી હતી. બાઈક ચાલક યુવક પાસે કોન્સ્ટેબલે રૂપિયા 5 હજારની માગ કરી હતી. જે બાદ યુવક અને પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં પોલીસે યુવકને ફટકાર્યો હતો અને વીડિયો પણ ખાસ્સો વાયરલ બન્યો હતો.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો 

Youtube Twitter

Gujarat Elections 2017 - Full Coverage