વર્લ્ડ વેઇટ લિફ્ટીંગ : મીરાબાઇ ચાનૂએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ

મીરાબાઇ ચાનૂ પાછલા બે દશકાઓથી પણ વધુ સમયથી  વર્લ્ડ વેઇટ લિફ્ટીંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતનાર પહેલી ભારતીય બની છે. ચાનૂએ અમેરિકાના એનાહિમમાં આ સિદ્ધી હાંસલ કરીને રિયો ઓલંપિકના ખરાબ પ્રદર્શનનો બદલો વાળ્યો છે.

 

ભારતીય રેલ્વેમાં કાર્યરત તાનૂએ સ્નેચમાં 85 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 109 કિલો વજન ઉચક્યું હતું. તેણે 48 કિલોના વર્ગમાં કુલ 194 કિલો વજન ઉચકીને નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. પોડિયમ પર ઉભા રહીને ત્રિરંગો જોતાં ભાવવિભોર બનેલી મીરાબાઇનાં આંસુ છલકાઇ આવ્યાં હતાં.

 

અગાઉ ઓલંપિક બ્રોન્ઝ મેડલ વિજેતા કર્ણમ મલ્લેશ્વરીએ 1994 અને 1995માં  વર્લ્ડ વેઇટ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter