Maruti Suzuki  2018માં લાવી રહી છે આ ચાર નવી કાર

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકી ભારતીય બજારમાં એક પછી એક નવી ચાર કાર લાવવા જઇ રહી છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર ગત પાંચ વર્ષોથી વેચાણમાં સતત વધારાના અઢી ગણા આંકડાને જાળવી રાખવામાટે આગામી એખ-દોઢ વ4ષમાં કંપની આશરે ચાર કાગ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.

ચાલુ નાણાકીય વર્ષમાં કંપનીની વૃદ્ધિનો આંકડો અઢી ગણો રહેશે તેવી આશા છે. એપ્રિલથી ડિસેમ્બરના સમયગાળા દરમિ.ન આંતરિક બજારમાં કંપનીનું વેચાણ 15.5 ટકા વધીને 12,26,418 યુનિટ રહ્યું, જ્યારે ગત વર્ષે આ જ સમયગાળામાં આ આંક 10,61,873 હતો.

આગામી 9થી 14 ફેબ્રુઆરીએ આયોજિત થવા જઇ રહેલા ઓટો એક્સપોમાં કંપની પોતાના લોકપ્રિય હેચબેક સ્વિફ્ટનું ઓલ ન્યુ વર્ઝન લાવશે. સૂત્રોએ જણાવ્યા અનુસાર નવી સ્વિફ્ટ ઉપરાંત કંપની આવનારા મહિનાઓમાં પોતાની મિડ-સાઇઝ સિડૉન સિયાઝ તથા મલ્ટી પર્પસ વ્હીકલ અર્ટિગાનું રિફ્રેશ વર્ઝન લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter