ઓક્ટોબરમાં ફરી એકવાર મારુતિ સુઝુકીની ‘ઓલ્ટો’ બની બેસ્ટ સેલિંગ કાર

મારુતિ સુઝુકી ઇન્ડિયાની ઓલ્ટો વધુ એકવાર દેશની ટોપ સેલિંગ પેસેન્જર વ્હીકલ કાર બની છે. ઓલ્ટોને તેની જ કંપનીની બીજી કાર ડીઝાયરથી ગત બે મહિનાથી ટક્કર મળી રહી હતી.

સોસાઇટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચર્સ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડાઓ પર નજર કરીએ તો મારુતિ સુઝુકી ઇન્ડિયાએ ઓક્ટોબરમાં ઓલ્ટોના 19,447 યુનિટ્સનું વેચાણ કર્યું. જ્યારે મારુતિની જ અન્ય કાર ડિઝાયરના 17,477 યુનિટ્સનું વેચાણ થયું.

ઓગસ્ટમાં કંપનીએ ડીઝાયરના 26,140 યુનિટ્સનું વેચાણ કર્યુ હતું. જ્યારે તે સમયે ઓલ્ટોનું વેચાણ 21,521 યુનિટ્સનું હતું. આમ ઓગસ્ટમાં પહેલીવાર ડીઝાયરે ઓલ્ટોને વેચાણના મામલામાં પાછળ છોડીને નંબર વનના સ્થાને પહોંચી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter