બજેટ રજૂ થતા અગાઉ મારૂતિના વાહનોમાં ભાવવધારો ઝીંકાયો

દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારૂતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડે બજેટ પહેલા પોતાની કારોના ભાવમાં રૂ.1700 થી 17000 સુધીનો વધારો કર્યો છે. નવો ભાવ ગુરૂવારથી લાગુ થઈ જશે. તેમજ હોન્ડા કાર્સ ઈન્ડિયાએ પણ ઘણા મોડલોના ભાવમાં વધારો કર્યો છે.

મારૂતિ સુઝુકીએ જાહેર કર્યુ છે કે તેણે અલગ અલગ મોડલોના ભાવમાં રૂ.1700 થી 17,000 સુધીનો વધારો કર્યો છે. તેણે કહ્યુ છે કે વસ્તુઓના ભાવમાં વધારો તથા વહિવટી અને વિતરણ ખર્ચમાં વધારો થવાના કારણે આ ભાવ વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ આજથી જ લાગુ થશે. કંપનીએ ગત મહિને કહ્યું હતું કે તે જાન્યુઆરીમાં કારના ભાવમાં વધારો કરશે.

હોન્ડાએ પણ ઉત્પાદન ખર્ચમાં વધારો થતા અલગ અલગ મોડલોના ભાવમાં રૂ.32,000 સુધીના ભાવ વધારવાની જાહેરાત કરી છે. આ પહેલા ટાટા મોટર્સે પણ પોતાના વાહનોના ભાવ 1 જાન્યુઆરે રૂ.25000 સુધી વધારી દીધા હતા. ફોર્ડ ઈન્ડિયાએ પણ કહ્યુ હતુ કે તે પોતાના વાહનોના ભાવ 4% ટકા સુધી વધારશે. હ્યુંડાઈ મોટર ઈન્ડિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સ્કોડા અને રેનો જેવી અનેક કંપનીઓએ પણ આ મહિનાથી ભાવ વધારવાની જાહેરાત કરી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter