કોની શખ્સિયત મોટી ? મંટો કે નવાઝુદ્દીન ? નંદિતા દાસના પુસ્તક પર થયો વિવાદ

બોલીવુડ એક્ટ્રેસ તથા ફિલ્મ સર્જક નંદિતા દાસ ઠાકુર દ્વારા સંપાદિત સઆદત હસન મન્ટોની ચૂંટેલી વાર્તાઓનું પુસ્તક બજારમાં આવે એ પહેલાંજ વિવાદના કેન્દ્રમાં આવી ગયું હતું.  વાત એવી બની કે નંદિતાએ મન્ટોની બાયો-ફિલ્મ બનાવી છે જેમાં મોખરાના અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ મન્ટોનો રોલ સરસ રીતે ભજવ્યો છે. ફિલ્મ બનાવતા બનાવતાં નંદિતાએ મન્ટોની કેટલીક ચિરંજીવ

વાર્તાઓનું સંકલન પણ તૈયાર કર્યુ ંહતું. એના કવર પર પોતાની ફિલ્મ મન્ટોના પોસ્ટરને મૂક્યું હતું. સ્વાભાવિક રીતે ફિલ્મના પોસ્ટરમાં તો નવાઝુદ્દીન દેખાય. આ પુસ્તકની નકલ નંદિતાએે કેટલાક દોસ્તોને જોવા આપી હતી. પુસ્તક બજારમાં આવે એ પહેલાંજ વિવાદના કેન્દ્રમાં આવી ગયું હતું. હિન્દી ભાષાના પ્રતિષ્ઠિત સાહિત્યકારોએ પુસ્તકના કવર અંગે વિરોધ કરતાં  કહ્યું કે આ પુસ્તક મન્ટોની વાર્તાનું સંકલન હોય તો કવર પર મન્ટોનો ફોટો જોઇએ. મન્ટો મોટા કે અભિનેતા નવાઝુદ્દીન મોટા ? તમે કવર બદલી નાખો. આ નહીં ચાલે. નંદિતાની આ બધાને સમજાવવાની કોશિશ નિષ્ફળ નીવડી.

પ્રખ્યાત વાર્તાકાર અને લેખક સદત હસન મન્ટોના જીવન પર આધારિત આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિવાય, રિસિકા દુગ્ગલ, તાહિર રાજ ભસીન, દિવ્યા દત્તા અને ઋષિ કપૂર મુખ્ય ભૂમિકાઓમાં છે.

અભિનેત્રી નંદિતા દાસ દ્વારા નિર્દેશિત ફિલ્મમાં, મન્ટોના વિચારો અને તેમના શબ્દો દમદાર રીતે રજૂ કરવામાં આવ્યા છે. આ ફિલ્મમાં મન્ટોના ભારત અને પાકિસ્તાનમાં વિતાવેલો સમય અને તેમના અનુભવો દર્શાવવામાં આવ્યાં છે.

ફિલ્મમાં મુંબઇમાં સ્થાયી અને સફળ લેખક મંટોને કેવીરીતે ભાગલા બાદ લાહોર જવું પડે છે તે પણ દર્શાવવામાં આવ્યું છે. મંટોએ પાકિસ્તાનમાં જઇને પોતાના લેખનને લઇને ખૂબ જ આલોચનાનો સામનો કરવો પડે છે અને તેમના મિત્રો મુંબઇમાં જ રહી જાય છે. તેમાં મંટોને પડેલી નશાની લત તથા લેખન છોડવા અંગે પણ દર્શાવવામાં આવ્યું છે.

ફિલ્મમાં રસિકા દુગ્ગલે મંટોની પત્ના સાફિયાનું પાત્ર ભજવ્યું છે. નવાઝુદ્દીને પણ પોતના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કર્યું છે. સાથે જ તેમણે લખ્યું કે’બોલ કિ લબ આઝાદ હૈ. જિસકે લિયે મંટો ખડે રહે ઉસકે લિયે ઇસ બાર મનાયે આઝાદી.’ ઉલ્લેખનયી છે કે આ ફિલ્મ 21 સપ્ટેમ્બરના રોજ રિલિઝ થશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter