Movie Review: ‘ડિયર માયા’

‘ડિયર માયા’ ફિલ્મથી લાંબા સમય પછી મનીષા કોઇરાલા ફરી એક વખત ફિલ્મી દુનિયામાં કમબેક કરી રહી છે. તો જાણો કેવી બની છે ફિલ્મ અને કેવી છે ફિલ્મની વાર્તા..

સ્ટોરી:

ફિલ્મ ‘ડિયર માયા’ની વાર્તા બે ફ્રેન્ડસ એના (મદીહા ઇમામ) અને ઇરા (શ્રેયા ચૌધરી)ની છે. જે તમેના પાડોશમાં રહેનારી ગુમસુમ અને જિંદગીથી નિરાશ થઇ ચૂકેલી માયા (મનીષા કોઇરાલા)ના જીવનમાં રંગ ભરવા માટે બંને નક્કી કરે છે કે તેઓ માયાદેવીને  ચિઠ્ઠી લખશે. આ સાથે જ ઘણા લેટર માયાના નામ પર લખીને તેના ઘરે મોકલતી રહે છે અને માયાને વિશ્વાસ અપાવે છે કે તેને કોઇ ખૂબ જ પ્રેમ કરે છે. પરંતુ એક દિવસ માયા બધું જ છોડીને તે વ્યકિતની શોધમાં નીકળી જાય છે. જે પછી શરૂઆતમાં માયાને શોધવા માટે તે લોકો ખૂબ જ પ્રયત્ન કરે છે, પરંતુ શું આ બંને પોતાની ભૂલ સુધારી શકશે, શું તે માયાને શોધી શકશે અને શું માયા પોતાના પ્રેમને મેળવી શકે છે, તે માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ડિરેક્શન:

ફિલ્મના ડિરેક્શનની વાત કરીયે તો કેમેરાવર્ક અને સિનેમેટોગ્રાફી શાનદાર છે. ફિલ્મની શૂટિંગ શિમલામાં થઇ છે. ફિલ્મની વચ્ચે-વચ્ચે ખૂબ જ બોરિંગ લાગવા લાગે છે.એક સમય પછી એવું લાગે છે કે સ્ટોરીને જબરજસ્તીથી આગળ વધારવામાં આવે છે. સ્ટોરીને હજુ થોડી રસપ્રદ બનાવી શકાઇ હોત.

એક્ટિંગ:

વર્ષો પછી ફિલ્મોમાં કમબેક કરી રહેલી મનીષા કોઇરાલાએ શાનદાર એક્ટિંગ કરી છે. તો શ્રેયા ચૌધરી, મદીહા ઇમામનું કામ પણ સહજ છે.

મ્યૂઝિક:

ફિલ્મનું સંગીત અને બેકગ્રાઉન્ડ સ્કોર સારૂ છે.ફિલ્મનું ‘સોંગ સાત રંગો’ સુપર્બ છે અને ઇઝીલી યાદ રહી જશે.

જોવી જોઇએ કે નહીં:

જો તમે મનીષા કોઇરાલાના ફેન હોવ અને તેમની દમદાર એક્ટિંગ જોવા ઇચ્છો છો તો આ ફિલ્મ તમને જરૂરથી પસંદ આવશે.ફિલ્મ એક વખત જોઇ શકાય તેવી છે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter